નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના હાથે બાંધેલું છે NIRUMA લખેલું રક્ષા સૂત્ર, ક્લિક કરીને જાણો કારણ - Real Gujarat

નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના હાથે બાંધેલું છે NIRUMA લખેલું રક્ષા સૂત્ર, ક્લિક કરીને જાણો કારણ

 

ગુજરાતને નવા મુખ્યમંત્રી મળી ગયા છે. અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 7માં મુખ્યમંત્રી બન્યા છે. ગુજરાતના 17મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત શાલીન અને મૃદુભાષી હોવા ઉપરાંત આધ્યાત્મિક વિચારોના રંગે પણ રંગાયેલા છે. ભૂપેન્દ્રભાઈ જમણા હાથના કાંડા પર હંમેશા ‘નિરુમા’ લખેલું રક્ષા સૂત્ર પહેરેલું જ રાખે છે.

તેનું કારણ છે આધ્યાત્મિકતા. ભૂપેન્દ્ર પટેલ અડાલજ સ્થિત ત્રિમંદિરની તેઓ નિત્ય મુલાકાત લેતા રહે છે અને નવરાશની પળોમાં માનસિક શાંતિ મેળવવા દાદા ભગવાન ફાઉન્ડેશનના દિવંગત વડા સ્વ. નિરુમાના પ્રવચનોને સાંભળતા રહે છે. નિરુમા હયાત હતા તે સમયે તેમના નિત્ય આશીર્વાદ મેળવનારા ભૂપેન્દ્રભાઈ તેમની સ્મૃતિરુપે તેઓ કાંડા પર હંમેશા ‘નિરુમા’ લખેલું રક્ષા સૂત્ર પહેરેલું જ રાખે છે.

ભૂપેન્દ્ર પટેલ અને દાદા ભગવાન ફાઉન્ડેશનનો નાતો આજ-કાલનો નહીં પરંતુ 20 વર્ષ કરતા પણ જૂનો છે. સ્વ. નિરુમાના વક્તવ્યો અને પ્રવચનોથી પણ ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રભાવિત થયા હતા. આ કારણથી જ તેમણે સ્વ. નિરુમા પાસેથી અસંખ્યવાર જ્ઞાનવિધિ મેળવેલી હતી. ઘણી વાર તો અમદાવાદ બહાર પણ દાદા ભગવાન ફાઉન્ડેશનના સત્સંગ અને જ્ઞાનવિધિના કાર્યક્રમમાં 10-10 દિવસ સુધી ભૂપેન્દ્રભાઈ ખડેપગે હાજર રહેતા અને એક સામાન્ય સત્સંગીની જેમ જ સેવા આપતા હતા.

દાદા ભગવાન ફાઉન્ડેશન સાથે જેઓ વર્ષોથી સંકળાયેલા હોય તેમજ કેટલીક ચોક્કસ મહત્ત્વપૂર્ણ જ્ઞાનવિધિ મેળવી હોય તેને મહાત્માનો દરજ્જો આપવામાં આવે છે. આ ઉપરાંત સીમંધર સ્વામીની પ્રતિમાને માનસિક રુપે હંમેશા માથે રાખીને તેમના નિયમોનું પાલન કરવું પણ મહાત્માઓ માટે જરૂરી છે. દાદા ભગવાન ફાઉન્ડેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્રભાઈ વર્ષો પહેલાં જ મહાત્માનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યા છે અને કોઈને પણ ખોટું ન લાગે તેવા આચાર-વિચારના વર્તન અને નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે.

અડાલજ ત્રિમંદિરના સાંનિધ્યમાં સંસ્થાની સીમંધર સિટી આવેલી છે. આ સીમંધર સિટીમાં સંસ્થાના અંતેવાસીઓ તેમજ આપ્તપુત્રો તથા મહાત્મા સત્સંગીઓના નિવાસસ્થાન આવેલા છે. ચોક્કસ રકમનું યોગદાન આપીને અહીં ઘર તથા જમીન ઉપયોગ માટે મેળવી શકાય છે. આ સુવિધા ફક્ત મહાત્મા તથા તેથી ઉંચો દરજ્જો ધરાવનારાને જ મળે છે. ભૂપેન્દ્રભાઈ પણ સીમંધર સિટીમાં નિવાસ ધરાવે છે અને શાંતિની શોધમાં અવારનવાર ત્યાં જઈને ત્રણ-ચાર દિવસ રોકાય પણ છે.

ભૂપેન્દ્ર પટેલનો દીપકભાઈ દેસાઈના સત્સંગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ જણાવે છે કે આમ તો ટીમમાં લાગેલા રહીએ એવી ભાવના મારી પહેલાથી હતી. અને નીરુમાને કીધેલું કે મારા મગજમાં એટલું ફીટ કરી દીધું છે કે કોઈ બી એક ધોળો ઝભ્ભો પકડી રાખવાનો. અહીયાથી છૂટાય નહીં એટલું હતું મારા માટે કેમ કે પહેલા એટલી બધી ફાઈલો વધારેલી કે પહેલા ખાલી ફાઈલો જ વધારવાનું હતું. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આપણે ખોટું કરી રહ્યા છીએ. 2001માં જ્ઞાન લીધા પછી વધારેને વધારે સત્સંગ મળતો રહ્યો છે. આશીર્વાદ પણ આપના ખૂબ મારા પર રહ્યા છે. દાદાના આશીર્વાદ કહેવાય કે આટલી રાજકીય પ્રવૃતિ હોવાછતાં એક પણ સત્સંગ મિસ નથી કર્યો એવું કહીએ તો ચાલે.

પારાયણ તો બધી મારાથી એટન્ટેડ થાય થાય ને થાય. ખૂબ સારા આશીર્વાદ રહ્યા છે કે લોકડાઉનમાં અદભૂત ચાવી મળી ન શકી હોત મને ક્યારે એવી ચાવીનો અનુભવ કહું. લોકડાઉન દરમિયાન મને માંદગી આવી અને લાંબું ચાલ્યું લગભગ બે મહિના સુધી આમ તો સત્સંગમાં ચિરાગ ભાઈ સાથે રહેતા હોઈએ એટલે સત્સંગ અને બ્રહ્મચર્યનું થયું. આ પુસ્તક વાંચુ નહીં પણ સાંભળું બધુ. પણ વાંચવાનું બહુ ઓછું અને આ પુસ્તક વાંચ્યા. આ બે પુસ્તક વાંચ્યા પછી મને લાગ્યું કે આ બે પુસ્તક વાંચ્યા વગર બધુ અધૂરું રહી જાય. પુસ્તક વાંચતા હોય ત્યારે દાદા રૂબરૂ બોલતા હોય તેવું થાય. દાદા હાજરાહાજુર છે. આ બે પુસ્તક ન વાંચ્યા હોય તો ક્યાંક ને ક્યાંક અટકી પડત. પરંતુ બે મહિનાની માંદગી આવી તો બે પુસ્તક પૂરા થઈ ગયા.

 

You cannot copy content of this page