મારી પત્ની પર મારા સસરાએ લગ્ન પહેલાં જ ગરસંબંધ બાંધ્યા હતા, પત્ની-દીકરીના મોતથી પતિનું કરુણ આક્રંદ

એક હમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક મહિલા અને તેમની 8 મહિનાની દીકરીની લાશ મળી છે. મહિલા પોતાના રૂમમાં ફંદા પર લટકી રહી હતી. જ્યારે તેમની દીકરી બેડ પર મૃત પડી હતી. ઘરમાં બાળકી અને પત્નીનું મોત જોઈને પતિ પણ આત્મહત્યા કરવા લાગ્યો પણ આસપાસના લોકોએ તેને બચાવી લીધો.

આ દુખદ બનાવ બિહારના ગયા જિલ્લાનો છે. અહીંના મુફસ્સિલ વિસ્તારમાં એક મહિલા અને તેના દીકરાની લાશ મળી આવી હતી. પતિ વારંવાર એક જ વાત કહેતો હતો કે, આ ઘટના માટે તેનો સસરા જવાબદાર છે. પતિએ આરોપ લગાવ્યો છે, ”મારા સસરા જ મારી પત્ની એટલે કે તેમની દીકરી સાથે રેપ કરતાં હતાં. આ વાતને લીધે પત્નીએ એક અઠવાડિયા પહેલાં SP કાર્યાલય અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ન્યાયની વિનંતી કરી હતી. કોઈ કાર્યવાહી ના થતાં તેમણે બાળકીનું ગળું દબાવી દીધું અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી.”

આ ઘટના પછી વિસ્તારમાં માહોલ ગમગીન છે. સૂચના મળવા છતાં પોલીસ મોડી આવતાં લોકોએ તેમની વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આક્રોશિત લોકોએ રોડ જામ કરી દીધો અને પોલીસ વિરુદ્ધ નારાબાજી કરી હતી. પોલીસ મુજબ, એક અઠવાડિયા પહેલાં મહિલાએ તેના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ પછી ઘરેલું મામલો હોવાથી બંનેને સમજાવ્યા હતાં. આજે મહિલા અને તેમની બાળકીના મોતની વાત સામે આવી છે.

આ મામલે કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ લખીબાગ નિવાસી ગૌતમ ગુપ્તાની પત્ની સંગીતા કુમારી તરીકે થઈ છે. DSP ઘૂરન મંડળે જણાવ્યું કે, ”બંનેનું મર્ડર થયું છે. આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

આ તરફ મૃતકના પતિ ગૌતમ કુમારનું કહેવું છે કે, ”અમે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. SSP કાર્યાલયથી જણાવ્યું કે, ત્યારે મામલો પુરો કરવા માટે કોઈ તરફથી પહેલ કરવામાં આવી નહોતી. આરોપ છે કે, તે જબરદસ્તી અમારી દુકાન ખાલી કરાવવા માંગતા હતા. લગ્ન પહેલાંથી તેના મારી પત્ની સાથે ગેરસંબંઘ બનાવ્યા હતાં. અમે ભાડે દુકાન શરૂ કરી હતી. જેને અમારા સસરા ભિખારી ગુપ્તા મકાન માલિકને વેચીને ખાલી કરાવવા માટે સતત દબાણ કરી રહ્યા હતાં.” અમારી દુકાનની ચાવી પણ સસરા પાસે રાખી હતી. દુકાનની ઉપર જ ગૌતમ અને તેમનો પરિવાર રહેતો હતો. ગૌતમનું કહેવું છે કે, ”પોલીસે આ મામલો ગંભીરતાથી લીધો અને આરોપીઓની ધરપકડ કરી છે.”