ચાલુ બુલેટ પર યુવક-યુવતી કરતા હતા કિસિંગ, લોકોને જોતા જ બોલી ઉઠ્યા…

ફિલ્મોમાં ચાલુ બુલેટ બાઇક પર હીરો-હીરોઈનને જાહેરમાં રોમાન્સ કરતાં તમે જોયા હશે. પણ એક ગામના રોડ પર બે પ્રેમીઓને ફિલ્મી અંદાજમાં રોમાન્સ કરતાં હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ બંને પ્રેમીને બુલેટ પર રોમાન્સ કરતી વખતે કોઈ ડર અને ચિંતા નહોતી. આ બંનેને ન તો પોલીસનો ડર છે, ન તો કોઈ પબ્લિકની ચિંતા હતી.

આ વીડિયો બિહારના ગયાનો છે. જેમાં યુવક તેની ગર્લફ્રેન્ડને પોતાની સામે બેસાડીને બાઇક ચલાવી રહ્યો છે. આ દરમિયાન બંનેનો વીડિયો ગામલોકોએ બનાવી લીધો અને સોશિયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો. રવિવાર રજાનો દિવસ હોય છે. શહેર અને ગામડાના લોકો રજાના મૂડમાં હોય છે. આ દરમિયાન ગામના રોડ પર એક બુલેટ સવાર પોતાની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળી મળ્યા હતાં.

જોકે, બુલેટ પર જઈ રહેલાં છોકરા-છોકરીને જોઈને લોકો કંઈ બોલ્યા નહીં. ગામથી થોડેક દૂર પહોંચ્યા પછી બુલેટ ચાલકે તેની ગર્લફ્રેન્ડને આગળની સાઇડ બેસાડી દીધી હતી. એટલે કે, છોકરીનો ફેસ યુવક સામે આવે તે રીતે બેસાડી હતી અને પછી મસ્ત રીતે બુલેટ ચલાવતા હતા.

આ હરકતને ગામ લોકો દૂરથી જોઈ ગયાં હતાં. પછી શું? ગામલોકોએ એક રિક્ષા દ્વારા તેને ઓવરટેક કરી અને જબરદસ્તી કરીને બાઇક ઊભું રાખાવ્યું હતું. બુલેટ બાઇક ઊભું રાખતાં જ ગામલોકો તેમના પર હાવી થઈ ગયાં હતાં.

છોકરી બોલ્ડનેસ સાથે ગામલોકોનો સામનો કરી રહી હતી. બૂલેટચાલક યુવક ડરી ગયો હતો. ગામલોકો ઉગ્ર થતાં છોકરી પણ કહેવા લાગી કે અંકલ હવે આવશું નહીં. આ વાત સાંભળતાં જ આધેડ ઊંમરના વ્યક્તિ જે ખાલી શરીર પર લુંગીમાં હતો તે ખૂબ જ ગુસ્સે થયો હતો. ભડકેલાં આધેડ વ્યક્તિએ અંકલ કહેતાં જ જબરદસ્ત નારાજગી વ્યક્ત કરી અને છોકરી ઉપર હાથ પણ ઉઠાવ્યો હતો. આ પછી ફરી છોકરીએ કહ્યું સોરી, હવે આવશું નહીં, અત્યારે પોલીસ તપાસ કરી રહી છે.