ઘરમાં સેક્સ રેકેટનો ધંધો, ગ્રાહકોને દવાઓ ખવડાવીને પછી યુવતીઓ બાંધતી શારીરિક સંબંધો

મુઝ્ફફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરમાં સેક્સ રેકેટ તથા પોર્ન વીડિયો કાંડમાં પોલીસને મહત્ત્વની માહિતી મળી છે. અહિયાપુર પોલીસ સ્ટેશનના સર સૈયદ કોલોનીમાં એક ભાડાના મકાનમાં પોલીસે બુટલેગર, એક યુવતી, એક સગીરની ધરપકડ કરી હતી. છ યુવક-યુવતીઓ ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં પકડાયેલી યુવતીએ કહ્યું હતું કે પૂર્વ ચંપારણના ચકિયામાં રહેતો દિલીપ કુમાર તેની પાસે ધંધો કરાવતો હતો. આ દરમિયાન તે અને તેની પત્ની કિરણ છાનામાના પોર્ન વીડિયો પણ બનાવતા હતા. પછી આ વીડિયો વેચીને કમાણી કરતા હતા. આ ગેંગમાં અડધો ડઝનથી વધુ યુવતીઓ છે. તમામને રોજના 500 રૂપિયા મળતા હતા. પ્રેગ્નન્ટ ના થવાય તે માટે દવા પણ આપવામાં આવતી હતી. તો ગ્રાહકોને શક્તિ વર્ધક દવા આપવામાં આવતી હતી.

બુટલેગર દીપકે પોલીસને કહ્યું હતું કે દિલીપ મિઠનપુરામાં તેના ઘરની નજીક રહેતો હતો. તે ઘણાં સમયથી તેને ઓળખતો હતો. દિલીપે તેની પાસેથી 32 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. દિલીપના માથે લાખોનું દેવું છે. તે દેવું ચૂકવવા માટે તે અને તેની પત્ની સેક્સ રેકેટ ચલાવે છે. દીપકે કહ્યું હતું કે રાત્રે તે રૂપિયા લેવા માટે ગયો હતો. જોકે, લોકોએ તેને પકડી પાડ્યો હતો. પોલીસ સુનીલ રજકે કહ્યું હતું કે તે પોલીસને ભ્રમિત કરવા માટે ખોટું બોલી રહ્યો છે. ખરી રીતે તો તે યુવતીઓ સપ્લાય કરતો હતો.

સાબુની ફેક્ટરી હોવાની વાત કહી હતીઃ રિટાયર્ડ શિક્ષિકા ડો. આબેદા શાહીને કહ્યું હતું કે 3 જુલાઈએ દિલીપ રૂમ ભાડેથી લેવા માટે આવ્યો હતો. તેણે એમ કહ્યું હતું કે તે સાબુની ફેક્ટરી ચલાવે છે. રૂમમાં તેની પત્ની તથા બાળકો રહેશે. વોટર તથા આધાર કાર્ડ જોઈને રૂમ આપ્યો હતો. રિટાયર્ડ શિક્ષિકાએ કહ્યું હતું કે તેણે અનેકવાર દિલીપના રૂમમાંથી યુવતીઓને આવતી-જતી જોઈ હતી. જોકે, પછી એમ થયું કે પરિવાર છે તો સંબંધીઓ આવતા હશે. એકવાર તે વીજળીનું મીટર ઠીક કરાવવા ગઈ હતી અને રૂમમાં પત્ની હતી, તેથી કોઈ શંકા ગઈ નહોતી.

રાત્રે યુવતીઓ આવતીઃ સ્થાનિક એલઆઇસીના કર્મચારી લલન કુમારે કહ્યું હતું કે તેણે ઘણીવાર યુવતીઓને દિલીપના રૂમમાં જતી-આવતી જોઈ હતી. તેમને શંકા હતી કે તેઓ કંઈક ગેરકાનૂની કામ કરે છે. જોકે, સમય ના હોવાથી તે વધુ તપાસ કરી શક્યા નહીં. અબ્દુલ ગફ્ફારે કહ્યું હતું કે દિલીપના ઘરની બહાર દારૂની બોટલ, દવા તથા આપત્તિજનક સામાન (કોન્ડોમ) જોઈને શંકા ગઈ હતી. રાત્રે કેટલાંક યુવક-યુવતીઓ રૂમ પર આવ્યા હતા અને પછી મહોલ્લાના લોકો ભેગા થઈ ગયા હતા.

સેક્સ રેકેટ ચલાવનાર દંપતી ફરારઃ રાતે રૂમમાં દિલીપની પત્નીની સાથે ત્રણ યુવતીઓ તથા બે ગ્રાહક હતા. દિલીપ એક યુવતીને લઈને આવતો હતો. આ દરમિયાન લોકોએ ઘરમાં બબાલ કરી હતી. પત્ની તથા બે યુવતીઓ તથા ગ્રાહક ફરાર થઈ ગયા હતા. દિલીપને આની ખબર પડતાં તે અધવચ્ચેથી ભાગી ગયો હતો.

પટનાના મોલમાં કામ કરતી હતીઃ ધરપકડ કરાયેલી યુવતીએ કહ્યું હતું કે તે પટનામાં રહે છે અને મોલમાં કામ કરે છે. તેની એક મિત્રે દિલીપ સાથે પરિચય કરાવ્યો હતો. ફોન પર વાતચીત થઈ હતી. દિલીપે વધુ પૈસાન લાલચ આપી હતી. છેલ્લાં ત્રણ મહિનાથી તે દિલીપ સાથે કામ કરે છે. આ પહેલાં દિલીપ પૂર્વ ચંપારણમાં સેક્સ રેકેટ ચલાવતો હતો. પોલીસે પકડ્યો તો ત્યાંથી ભાગી ગયો હતો. હવે તે મુઝ્ફફરપુરમાં રૂમ લઈને સેક્સ રેકેટ ચલાવે છે.

પત્ની ગ્રાહકોને ફસાવતીઃ પૂછપરછમાં યુવતીએ કહ્યું હતું કે દિલીપની પત્ની કિરણ ગ્રાહકોને ફસાવતી હતી. તે એક ગ્રાહક પાસેથી બે હજાર રૂપિયા લેતી અને તેમાંથી 500 રૂપિયા યુવતીને આપતી હતી. તે સો.મીડિયામાંથી ગ્રાહકોને ફસાવતી હતી. યુવતીના જપ્ત મોબાઈલે અનેક રહસ્યો ખોલ્યા છે. યુવતી તથા દીપકના મોબાઇલમાંથી કિરણની હોટ તસવીરો મળી છે. આ ઉપરાંત આપત્તિજનક તસવીરો પણ હતી. પૂછપરછમાં એ વાત સામે આવી કે બુટલેટગર ગ્રાહકોને ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેતો હતો. આ દરમિયાન તે ચોરી છુપીથી પોર્ન વીડિયો પણ બનાવતો હતો. મોબાઈલમાં આવા વીડિયો મળી આવ્યા છે. યુવતીએ કહ્યું હતું કે કિરણ પણ આ સેક્સ રેકેટમાં સામેલ હતી. ભાડાનું ઘર રાત્રે બિયર બારની જેમ સજાવવામાં આવતું હતું. ધીમા અવાજે ગીતો વાગતા હતા. પછી દારૂની છોળો ઉડતી હતી. યુવતીઓ ડાન્સ કરીને ગ્રાહકોને રિઝવતી હતી. આ બધું એક કલાક ચાલતું. ત્યારબાદ દારૂ પીને ગ્રાહકો પોતાની ગમતી યુવતી સાથે સંબંધો બાંધતા હતા.

શરાબ કાંડમાં જેલ જઈ આવ્યો છે દીપકઃ બુટલેગર દીપક મિઠનપુરાના શિવશંકર પથમાં રહે છે. તે મિઠનપુર શરાબ કાંડમાં જેલમાં પણ જઈ આવ્યો છે. આ ઉપરાંત તેની પત્ની સાથે ઝઘડો ચાલતો હતો અને આ સંદર્ભમાં પણ જેલમાં ગયો છે. દિલીપ પર પણ સેક્સ રેકેટ ચલાવવાનો કેસ છે. બે વર્ષ પહેલાં લકડીઢાઈ મોહલ્લામાં તે સેક્સ રેકેટ ચલાવતો હતો. તેના પર અન્ય ઘણાં કેસ દાખલ છે. દરોડા દરમિયાન રૂમમાંથી નશીલી દવાઓ, દારૂ, ઇન્જેક્શન મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.