આ એક વાતને કારણે દીકરો રહેતો હતો ડિપ્રેશનમાં, અંતે લઈ લીધો પોતાનો જીવ

એક એન્જિનિયરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. શશાંક શેખર 22 વર્ષનો છે અને બેંગલુરુ સ્થિત સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર હતો. તેની માતા મહાશ્વેતા ઘોષ મુઝફ્ફરપુરના મુશહરીમાં કૃષિ વિભાગમાં ગ્રેજ્યુએટ ઇન્સ્ટ્રક્ટર પદ પર કાર્યરત છે. પિતાનું સાત વર્ષ પહેલાં બ્રેન ટ્યૂમરથી મોત થયું હતું. પિતા પ્રદીપ ઘોષ પ્રોફેસર હતા. માતા તથા બહેનના મતે શશાંક ડિપ્રેશનમાં હતો. સૂત્રોના મતે, ખબરામાં શશાંકા માતા તથા બહેન સાથે ભાડાના ઘરમાં રહેતો હતો. છેલ્લાં એક વર્ષથી વર્ક ફ્રોમ હોમ હતો. છેલ્લાં કેટલાંક દિવસથી ગુમસુમ રહેતો હતો. કોઈની સાથે વધુ વાત કરતો નહોતો.

મા-દીકરી સ્કૂટી લેવા ગયા હતાઃ મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના કાઝીમોહમ્મદપુરનો બનાવે છે. રવિવાર, 12 સપ્ટેમ્બરના રોજ મા-દીકરી સ્કૂટી લેવા ગયા હતા. તેમણે ચર્ચ રોડ સ્થિત બાઇક સર્વિસ સેન્ટરમાં સ્કૂટી આપ્યું હતું. મોડી સાંજે ઘરે આવ્યા તો દીકરો પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બંનેએ બૂમાબૂમ કરી મૂકી હતી. રસ્સી ખોલીને ઊતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, રસ્સી ધુ ટાઇટ થઈ ગઈ હતી.

કાતરથી કાપીને ઊતાર્યોઃ મા-દીકરીએ આજુબાજુવાળા પાસે રડી રડીને મદદ માગી હતી. રસ્તી કાતરથી કાપવામાં આવી હતી અને શશાંકને ઉતારવામાં આવ્યો હતો. બહેન સ્નેહાએ કહ્યું હતું કે તે સમયે ભાઈનું શરીર ગરમ હતું અને શ્વાસ ચાલતા હતા. તેને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

લાંબા વાળ રાખવાનો શોખ હતોઃ માતાએ કહ્યું હતું કે જ્યારથી તે વર્ક ફ્રોમ હોમ માટે આવ્યો હતો ત્યારથી તેના વાળ લાંબા હતા. તે વારંવાર વાળ કાપવાનું કહેતા હતા. જોકે, તેણે એમ કહ્યું હતું કે તે વધુ કહેશે તો બેંગલુરુ જતો રહેશે અને ક્યારે આવશે નહીં. પછીએ માતાએ કહેવાનું બંધ કરી દીધું. જોકે, આસપાસના લોકો કમેન્ટ્સ કરતા હતા અને આ વાત મા-દીકરીને પસંદ નહોતી.

ઘણાં દિવસોથી ગુમસુમ રહેતો હતોઃ બહેન સ્નેહા પણ ભાઈને વાળ કાપવાનું કહેતી, પરંતુ તે ના પાડી દેતો હતો. છેલ્લાં થોડાં દિવસથી તે ગુમસુમ રહેતો હતો. ઘરમાં કોઈની સાથે વાત કરતો નહોતો. તેની માતાને લાગે છે કે દીકરો ડિપ્રેશમાં હતો. તેણે સાઇકાઇટ્રિસ્ટને બતાવવાની વાત કરી હતી. જોકે, આ વાત સાંભળીને તે ગુસ્સે થઈ જતો હતો.

બેટા, લવ ટૂ ફોરએવરઃ દીકરાની લાશને જોઈ રડતી માતાએ કહ્યું હતું, ‘બેટા લવ યૂ ફોરએવર. તું તો મારા ઘડપણનો સહારો હતો. તું મને છોડીને જઈ શકે નહીં. પછી દીકરીને ગળે વળગાળીને રડવા લાગે છે. દીકરી માતાને હિંમત આપે છે અને કહે છે કે આજથી હું જ તમારી દીકરી ને દીકરો છું. આટલું થયા બાદ ફરી મા-દીકરી રડવા લાગે છે.’

પોસ્ટમોર્ટમ માટે મા-દીકરીએ ના પાડીઃ હોસ્પિટલમાં પોલીસ અધિકારી સુનીલ પંડિત આવ્યા હતા. પૂછપરછ તથા દસ્તાવેજો પૂરા થયા બાદ લાશને પોસ્ટમોર્ટમમાં મોકલી આપી હતી. મા-દીકરીએ ચીરફાડ કરવાની ના પાડી હતી. જોકે, પોલીસે કાયદાનું નામ આપીને બંનેને શાંત કરાવી દીધા હતા.