ક્યારે સુધરીશું? હવે આ કીડાઓનો બેફામ થશે ઉપયોગ, બિસ્કિટ- બ્રેડમાં વપરાય છે

કોરોના પછી ચીનના વુહાન માર્કેટની ઘણી ચર્ચા થઈ હતી. તે બજારમાં અનેક પ્રકારના પ્રાણીઓનું માંસ ઉપલબ્ધ હતું. તેમાં સાપથી માંડીને ચામાચીડિયા પણ શામેલ છે. ચીન પહેલાથી જ કુતરાઓ અને બિલાડીઓનાં માંસ માટે ખાવા માટે બદનામ હતું. પરંતુ કોરોનાએ વિશ્વભરમાં ચાઇનીઝ લોકોની ખાણી-પીણીને બદનામ કરી નાંખ્યુ. પરંતુ શું તમે જાણો છો કે માત્ર ચીન જ નહીં, પરંતુ આખી દુનિયાના લોકો પણ જંતુઓ ખાવાના શોખીન છે. હા, પીળા કીડા વિશ્વના ઘણા દેશોમાં ખાવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વમાં દર વર્ષે આ જંતુઓનું બજાર 297 મિલિયન યુરો એટલેકે લગભગ 26 અબજ 24 કરોડનું છે. આ જંતુઓ આ દિવસોમાં ચર્ચામાં છે કારણ કે કોરોના રોગચાળા વચ્ચે યુરોપના દેશોમાં આ કીડાના વેચાણને મંજૂરી આપવામાં આવી છે.

ભારતમાં હાલમાં બર્ડ બ્લુનો પ્રકોપ છે. ઘણા રાજ્યોમાં ચિકન અને મરઘાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકો કોરોના પછી સંભાળીને નોન-વેજનું સેવન કરતા હતા. પરંતુ તે દરમિયાન, યુરોપિયન યુનિયનએ ત્યાં ખાસ પ્રકારના પીળા જંતુઓ ખાવાની મંજૂરી આપી છે.

આ પીળા કીડાને યલો ગ્રબ કહેવામાં આવે છે. તેઓ યુરોપમાં વેચાતા ન હતા. જે માર્કેટ હતુ, તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં તેને હવે કાનૂની માન્યતા મળી ગઈ છે. હવે લોકો તેનો ઉપયોગ વિવિધ ડિશમાં કરી શકે છે.

યલો ગ્રબનો મોટાભાગે ઉપયોગ બેકરી ઉત્પાદનોમાં થાય છે. તેઓ બિસ્કીટ, પાસ્તા અથવા બ્રેડમાં મિક્સ કરવામાં આવે છે, જે તેમને ખૂબ નરમ બનાવે છે અને તેનાથી ટેસ્ટ પણ સારો સામે આવે છે.

યુરોપિયન ફૂડ સેફ્ટી એજન્સી (EFSA) અનુસાર, લોકો હવે યલો ગ્રબનો ઉપયોગ સરળતાથી કરી શકશે. સરકાર પોતે જ તેના બજારને પ્રોત્સાહન આપશે. તો, તેમણે જણાવ્યું હતું કે માત્ર યલો ગ્રબ જ નહીં, પરંતુ ઘણા અન્ય પ્રકારના જંતુઓ પણ ફાયદાકારક છે, તેમના વેચાણમાં વધારો કરવામાં આવશે.

યલો ગ્રબ ખાસ પ્રકારનું ઈટેબલ કીડા છે, જે પ્રોટીન અને ચરબીની સાથે જ ફાઈબરથી ભરેલું હોય છે. તેનાં સેવનથી ઈન્સ્ટન્ટ એનર્જી આવે છે. ઉપરાંત, લોકોને તેનો ટેસ્ટ પણ ખૂબ પસંદ આવે છે.

વિશ્વના ઘણા દેશોમાં, જેમ કે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં તેને ચાવથી ખાવામાં આવે છે. લોકોને ત્યાં આ જંતુઓમાંથી બનેલા બર્ગર અને બ્રેડ પસંદ છે. પરંતુ હજી સુધી તેનું યુરોપિયન દેશોમાં વેચાણ થયું નથી, જે હવે થશે.

અહેવાલો અનુસાર હાલમાં વિશ્વના જંતુના બજારની કિંમત 26 અબજ રૂપિયા છે, જે આગામી ત્રણ વર્ષમાં બમણી થવાની સંભાવના છે. આ જંતુમાંથી તેલ પણ ઘણી જગ્યાએ બનાવવામાં આવે છે.

ભારતમાં લોકો ડુક્કરનું માંસ પણ અપનાવી શક્યા નથી, એવામાં કીડા ખાવાનું લોકો ક્યારે એક્સેપ્ટ કરશે તે તો આવનારો સમય જ કહેશે.