એક સમયે બોબી ના થયા હતાં આવા હાલ ત્યારે ચટ્ટાનની જેમ ઊભી હતી તેની પત્ની

બોબી દેઓલ 53 વર્ષનો થઈ ગયો છે. બોબીનો જન્મ 27 જાન્યુઆરી, 1969માં મુંબઈમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી ફિલ્મોમાંથી દૂર રહ્યા પછી તેમણે સલમાન ખાન સાથે ફિલ્મ ‘રેસ 3’થી મોટો બ્રેક મળ્યો હતો. ત્યાર બાદ ‘આશ્રમ’ વેબ સીરિઝથી ફરી બોબીનો સિતારો ચમકવા લાગ્યો છે.

બોબી દેઓલ એક વખત મુંબઈમાં ઇટાલિયન રેસ્ટરાંમાં બેઠો હતો ત્યારે એક છોકરી તેમની સામેથી પસાર થઈ. બોબી દેઓલ તેમને જોઈ પોતાનું દિલ આપી બેઠો હતો. તે છોકરી કોણ છે? જોકે, નસીબ સારું હતું કે તેમને એડ્રેસ મળી ગયું અને તે છોકરી બીજી કોઈ નહીં પણ તાન્યા જ હતી. પછી બંનેની મુલાકાત શરૂ થઈ અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ.

જ્યારે બોબી દેઓલના પિતા ધર્મેન્દ્રને તાન્યા વિશે ખબર પડી તો તરત જ બંનેના લગ્ન કરાવી દીધાં. કપલને બે દીકરા આર્યમન અને ધરમ છે.

ઘણાં ઓછા લોકો જાણે છે કે, બોબીની લાઇફમાં એક એવો સમય પણ આવ્યો હતો, જ્યારે તેમની પાસે કોઈ ફિલ્મ નહોતી. આવા સમયે તે ઊદાસ થઈ ગયો હતો અને દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. તે કોઈ વિશે વિચારતો નહોતો. આવા મુશ્કેલ સમયાં તેમની પત્ની તાન્યાએ તેમનો જબરદસ્ત રીતે સાથ આપ્યો અને તેમને આ મુશ્કેલ સમયમાં એકલો પડવા નહોતો દીધો.

તાન્યા અને બોબી દેઓલના લગ્ન વર્ષ 1996માં થયાં હતાં. ધર્મેન્દ્રના દીકરા બોબી દેઓલની વહુ ખૂબ જ સુંદર છે અને મોટા બિઝનેસમેન પરિવારમાંથી છે.

એક ઇન્ટરવ્યૂમાં બોબી દેઓલે તેમની પત્ની વિશે કહ્યું હતું કે, ‘હું ચાર વર્ષ કામ કરી શક્યો નહીં, કંઈ પણ સારું ચાલતું નહોતું, મારી પત્ની મને કહેતી હતી કે, તમારે પોતાનું વિચારવાનું છે, ખુદને જુઓ, કેવા દેખાવ છો, પણ ગમે તે થાય, મારી વાઇફને મારા પર વિશ્વાસ હતો.’

બોબીની લાઇફમાં એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયાં હતાં. બોબીએ સંઘર્ષના દિવસોમાં દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું અને દાઢી વધારી લીધી હતી. તેમની પાસે કોઈ ફિલ્મ પણ નહોતી.

એટલું જ નહીં બોબી દેઓલની દિલ્હીના એક નાઇટ ક્લબમાં DJ પણ બની ગયો હતો. આવા મુશ્કેલ સમયમાં તેમની પત્ની તાન્યાએ તેમને ફાઇનાન્શિયલી ઘણી મદદ કરી હતી.

બોબીની પત્ની તાન્યા બિઝનેસમેન પરિવારમાંથી છે. તાન્યાનું ‘ધી ગુડ અર્થ’ના નામથી પોતાનો ફર્નીચર અને હૉમ ડેકોરેશનનો બિઝનેસ છે. ઘણાં બૉલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેન તેમના ક્લાયન્ટ પણ છે.

તાન્યાએ વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘જુર્મ’ અને વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘નન્હે જૈસલમેર’ માટે કોસ્ચ્યૂમ ડિઝાઈન કર્યાં હતાં. આ સાથે જ ટ્વિન્કલ ખન્નના ‘વ્હાઇટ વિન્ડો’ સ્ટોરમાં તાન્યાએ ડિઝાઈન કરેલાં ફર્નીચર અને ઇન્ટેરિઅર ડેકોર એસેસરીઝમાં લાગ્યાં હતાં.

બોબી દેઓલે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1995માં ફિલ્મ ‘બરસાત’થી કરી હતી. આ પછી તેમણે ‘ગુપ્ત’, ‘ઔર પ્યાર હો ગયા’, ‘કરીબ’, ‘સોલજર’, ‘દિલ્લગી’, ‘બાદલ’, ‘બિચ્છુ’, ‘હમરાજ’, ‘જુર્મ’, ‘અપને’, ‘હમકો તુમસે પ્યાર હૈ’, ‘યમલા પગલા દીવાના’ સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું.

છેલ્લે ‘આશ્રમ’ વેબ સીરિઝમાં બોબી દેઓલના કામના ખૂબ વખાણ થયા અને તેનો સિતારો ફરી ચમકવા લાગ્યો.