અનુષ્કા શર્માની લાડલી હજી તો મહિનાની પણ નથી થઈ ને મળી લાખોની ગિફ્ટ

મુંબઈઃ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી 11 જાન્યુઆરીના રોજ દીકરી વામિકાના પેરેન્ટ્સ બન્યા હતા. થોડાં દિવસ પહેલાં જ અનુષ્કાએ દીકરીની તસવીર પણ શૅર કરી હતી. અનુષ્કાએ લાડલીની તસવીર શૅર કરી ત્યારથી જ તે ચર્ચામાં છે. ચર્ચા છે કે બોલિવૂડ સ્ટાર્સે વામિકાને મોંઘી મોંઘી ગિફ્ટ્સ આપી છે. આ ગિફ્ટ્સની કિંમત લાખોમાં છે. આ અહેવાલ વેબ પોર્ટલ લોકમતમાં પ્રકાશિત થયો હતો.

સલમાન ખાનઃ ‘સુલ્તાન’ ફિલ્મમાં અનુષ્કા તથા સલમાને સાથે કામ કર્યું હતું. સલમાન ખાને વામિકાને ડોલ હાઉસ ગિફ્ટ કર્યું છે. આ ગિફ્ટની કિંમત એક લાખ રૂપિયા છે.

અક્ષય કુમારઃ અક્ષય કુમારે અનુષ્કાની દીકરીને સોનાની ઝાંઝર ગિફ્ટ કરી છે. અક્ષય તથા અનુષ્કાએ ‘પટિયાલા હાઉસ’માં સાથે કામ કર્યું હતું.

શાહરુખ ખાનઃ અનુષ્કાએ ‘રબને બના દી જોડી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરુખ ખાન હતો. શાહરુખે વામિકાને ડાયમંડ બ્રેસલેટ આપ્યું છે.

દીપિકા પાદુકોણઃ દીપિકા તથા રણવીર સિંહે અનુષ્કા-વિરાટની દીકરીને સોનાની ચેન ગિફ્ટમાં આપી છે. આ ચેનની કિંમત અંદાજે 1.80 લાખ રૂપિયા છે.

આમિર ખાનઃ ‘પીકે’માં સાથે કામ કરનાર આમિર પણ ગિફ્ટ આપવામાં પાછળ નથી. તેણે ગોલ્ડન પ્લેટેડ ઘોડિયું ગિફ્ટમાં આપ્યું છે. આ ગોલ્ડન પ્લેટેડ ઘોડિયાની કિંમત 1.70 લાખ રૂપિયા છે. આ સાથે જ તેણે બુકે પણ મોકલાવ્યું હતું.

ઐશ્વર્યા રાયઃ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં ઐશ્વર્યા તથા અનુષ્કા સાથે હતા. ઐશ્વર્યાએ વામિકાને મોંઘી હેન્ડમેડ ચોકલેટ્સ ગિફ્ટ કરી છે.

કેટરીના કૈફઃ ‘ઝીરો’માં સાથે કામ કરનાર કેટરીનાએ પણ ડોલ હાઉસ ગિફ્ટ કર્યું છે, જેની કિંમત 70 હજાર રૂપિયા છે.