કરને પહેર્યા ઈટાલીયન બ્રાન્ડના કપડાં, એટલામાં સામાન્ય પરિવારનો તો આખા લગ્નનો ખર્ચ નીકળી જાય

મુંબઈ: વરુણ ધવન અને નતાશા દલાલ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. રવિવાર સાંજે મુંબઈથી 100 કિલોમિટર દૂર અલીબાગના ‘ધ મેન્શન હાઉસ’માં વરુણ અને નતાશાએ સાત ફેરા લીધા હતા. લગ્ન પંજાબી વિધી યોજાયા હતા. લગ્નમાં મહેમાનોએ મનમૂકીને ડાન્સ કર્યો હતો. આ લગ્નમાં બોલિવૂડના ગણ્યાગાઠ્યા લોકોને જ આમંત્રણ હતું.

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં બધા મહેમાનો વચ્ચે પ્રોડ્યુસર-ડિરેક્ટર કરન જોહર પર બધાની નજર ચોંટી ગઈ હતી. તેનું કારણ હતું કરણ જોહરના આઉટફીટ. કરન જોહર કંઈક અલગ જ કલર કોમ્બિનેશન અને ડિઝાઈનના કપડાં પહેરીને આવ્યો હતો. જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

કરન જોહરના આઉટફીટ કોઈ મામૂલી નહોતા. તમને જાણીને નવાઈ લાગશે પણ કરન જોહરે પહેરેલી જોડીની કિંમત અંદાજે 2.30 લાખ રૂપિયાની કિંમત હતી.

કરન જોહરે ઈટાલીની ફેમસ બ્રાન્ડ Rocco Baroccoના આઉટફીટ પહેર્યા હતા. જેના શર્ટની કિંમત 69,400 રૂપિયા હતી. જેવો કરન જોહર લગ્નસ્થળે આવ્યો કેમેરામેને તેને ઘેરી લીધો હતો. બધાની સામે કરન જોહરે પોઝ પણ આપ્યા હતા.

 

જ્યારે કરન જોહરે પહેરેલા પેન્ટની કિંમત ડિસ્કાઉન્ટ વગર કિંમત 1,38,900 રૂપિયા હતી. versace વેબસાઈટ પર આ આઉટફીટના ભાવ જોઈ શકાય છે. કરન જોહર જેટીમાં અલિબાગ પહોંચ્યો હતો.

બોલિવૂડ ડિરેક્ટર કરન જોહર મુંબઈથી અલીબાગ જેટીમાં ગયો હતો. કરન જોહરે વેડિંગ વેન્યૂની બહાર ઊભા રહીને પોઝ પણ આપ્યા હતા. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા બ્લેક તથા ગોલ્ડન આઉટફિટમાં જોવા મળ્યો હતો.

વરુણ તથા નતાશાના લગ્ન પંજાબી રીત રિવાજ યોજાયા હતા. લગ્નના દિવસે સવારે નતાશા દલાલની ચૂડા તથા કલીરે સેરેમની યોજાઈ હતી. આ વિધિમાં નતાશાના મામા-મામીએ તેને લગ્ન ચૂડો પહેરાવ્યો હતો, જેમાં નતાશાના પરિવારના સભ્યો સૌ પહેલાં આ લગ્નચૂડાને સ્પર્શ કરીને દુલ્હનને નવા જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ મામા-મામીએ નતાશાને લગ્નચૂડો પહેરાવ્યો હતો અને પછી નતાશાએ કલીરે પહેર્યા હતા.

વરુણ ધવને લગ્ન અગાઉ બેચલર પાર્ટી બાદ કોકટેલ પાર્ટી માણી હતી. આ પાર્ટીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ છે. આ તસવીરમાં વરુણ ધવન ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, ભાઈ રોહિત ધવન, ડિરેક્ટર કુનાલ કોહલી સહિત મિત્રો તથા સંબંધીઓ સાથે જોવા મળ્યો હતો.