બોલિવૂડની આ 5 એવી જોડીઓ જેમની સગાઈ થઈ પણ લગ્ન પહેલાં જ સંબંધમાં પડી ગઈ તિરાડ - Real Gujarat

બોલિવૂડની આ 5 એવી જોડીઓ જેમની સગાઈ થઈ પણ લગ્ન પહેલાં જ સંબંધમાં પડી ગઈ તિરાડ

મુંબઈઃ બોલિવૂડમાં ઘણીવાર જોડીઓ બને છે અને બગડે છે. ક્યારેક કોઈની સાથે કોઈ કમ્ફર્ટ લાગે છે અને પછી એક જ ક્ષણમાં બ્રેક અપના સમાચાર સામે આવે છે. આજે અમે તમને બોલિવૂડની એવી 5 જોડીઓ વિશે જણાવીશું. જેમની સગાઈ થઈ ગઈ હતી અને ફેન્સ તેમના લગ્નની ઉત્સુકતાથી રાહ જોતા હતાં, પણ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું.

અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર
અભિષેક અને કરિશ્માની સગાઈ વર્ષ 2002માં અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર થઈ હતી. જોકે, આ પછી આવતા વર્ષે 2003માં બંનેની આ સગાઈ તૂટી ગઈ હતી. આ લગ્ન કેમ ન થયાં તેની માહિતી સામે આવી નથી. જોકે અફવા હતી કે, બચ્ચન પરિવાર નહોતો ઇચ્છતો કે, કરિશ્મા આ લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરે, આ વાત કરિશ્માને પસંદ નહોતી અને જેને લીધે તેણે લગ્ન કેન્સલ કરી દીધાં.

સાજિદ ખાન-ગૌહર ખાન
ફિલ્મમેકર સાજિદ ખાન અને ગૌહર ખાને વર્ષ 2003માં સગાઈ કરી હતી. રિપોર્ટ્સ મુજબ, આ સંબંધ વધારે દિવસ સુધી ચાલ્યો નહીં અને બંને સેલેબ્રિટીએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

વિવેક ઓબેરોય અને ગુરપ્રીત ગિલ
એક્ટર વિવેક ઓબેરોયની મોડેલ ગુરપ્રીત ગીલ સાથે સગાઈ થઈ હતી. આ બંનેની જોડી બનતા બનતા રહી ગઈ હતી. રિપોર્ટ મુજબ, વિવેકના વ્યસ્ત શેડ્યૂલને લીધે બંને વચ્ચે મતભેદ થયાં હતાં. જેને લીધે બંનેની સગાઈ તૂટી ગઈ હતી.

રાખી સાવંત- ઇલેશ પરુજનવાલા
ડ્રામા ક્વીન રાખી સાવંત અને એનઆરઆઈ ઇલેશ પરુજનવાલાની સગાઈનો દાવો કરવામાં આવ્યો હતો. દર્શકોને જલદી જાણવા મળ્યું હતું કે, રાખી સાવંતે રિઆલિટી શૉ ‘રાખી કા સ્વયંવર’ને હિટ કરવાનો એક સ્ટંટ કર્યો હતો.

ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના
ટીવી સ્ટાર્સ ઉપેન પટેલ અને કરિશ્મા તન્ના, ડાન્સ રિઆલિટી શૉ ‘નચ બલિયે 7’માં સગાઈ કરી અને તેને લીધે તે ચર્ચામાં હતાં. આ બંને સ્ટાર્સના ફેન્સને તેમના લગ્નની ઉત્સુકતા હતી, પણ બંને વચ્ચે વાત વણસી અને બંનેએ લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.

You cannot copy content of this page