પાર્ટીમાં સંજય કપૂરની પત્નીના અંદાજ આગળ મલાઈકા અરોરા પણ લાગી ફિક્કી

મુંબઈઃ એક્ટર સંજય કપૂરની પત્ની મહીપ કપૂર સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. તે અવારનવાર સો.મીડિયામાં તસવીરો ને વીડિયો શૅર કરે છે. તે ઘણીવાર પોતાની ફ્રેન્ડ્સ સાથે જોવા મળે છે. હાલમાં જ મહીપ પાર્ટીમાં જોવા મળી હતી.

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સ જોવા મળ્યા હતા. મહીપ કપૂર, મલાઇકા અરોરા, અમૃતા અરોરા, કરિશ્મા કપૂર તથા સીમા ખાન હતા. મહીપ કપૂરના ગ્લેમરસ અંદાજ સામે મલાઈકા પણ ફિક્કી લાગતી હતી.

શોર્ટ ડ્રેસમાં શનાયા કપૂરની મમ્મીની દિલકશ અદાઓ જોવા મળી હતી. મહીપે ક્રીમ તથા બ્રાઉન શૅડનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. સામાન્ય રીતે આ ડ્રેસ લૂઝ પેટર્નના હોય છે, પરંતુ આઉટફિટ બૉડી હગિંગ હતી અને તેમાં મહીપનું પર્ફેક્ટ ફિગર જોવા મળ્યું હતું.

પ્રિન્ટેડ ડ્રેસમાં ક્લાસિક શર્ટની જેમ બટન ડાઉન તથા કોલર સ્ટાઇલ રાખવામાં આવી હતી. વેસ્ટમાં નોટ ડીટેલ નાખવામાં આવી હતી. મહીપે ફૂલ સ્લીવ્સને કોણી સુધી ફોલ્ડ કરીને રાખી હતી અને અપર બટન ખુલ્લા રાખ્યા હતા.

હાઇ હીલ ને જ્વેલરીઃ મહીપે બ્લેક પંપ હીલ્સ પહેરી હતી. તેના હાથમાં મલ્ટિપલ બ્રેસલેટ્સ તથા ગોલ્ડન વોચ જોવા મળી હતી. તેણે સ્ટેટમેન્ટ રિંગ પહેરી હતી. મહીપે લેધર મેડ બ્લેક પર્સ કૅરી કર્યું હતું. મહીપને ન્યૂડ ટોન મેકઅપ તથા ખુલ્લા વાળ રાખ્યા હતા.

મહીપના લુક આગળ તમામ ફિક્કા લાગ્યાઃ મહીપ કપૂરનો લુક એટલો કમાલનો હતો કે પાર્ટીમાં હાજર અન્ય એક્ટ્રેસિસ ફિક્કી લાગતી હતી.

મહીપ કપૂર જ્વેલરી ડિઝાઇનર છે. તે નેટફ્લિક્સની ‘ધ ફેબ્યૂલઅસ લાઇફ ઓફ બોલિવૂડ વાઇવ્સ’માં જોવા મળી હતી. આ શોમાં ભાવના પાંડે, નીલમ કોઠારી લીડ રોલમાં હતા. આ સીરિઝને કરન જોહરે પ્રોડ્યૂસ કરી છે.