એક સમયે બે ટંક ખાવાનું પણ મળતું નહોતું, આજે કરોડોની સંપત્તિમાં આળોટે છે

હૈદરબાદઃ સાઉથના ફૅમસ હાસ્ય કલાકાર બ્રહ્માનંદમ 65 વર્ષના થઈ ગયા છે. આંધ્રપ્રદેશના સાટેનાપલ્લી જિલ્લાના મુપલ્લા ગામમાં 1 ફેબ્રુઆરી, 1956ના રોજ જન્મેલા, બ્રહ્માનંદમ વિશે લોકો ઘણું જાણે છે, પરંતુ તેમના પરિવાર વિશે ઓછી માહિતી છે. બ્રહ્માનંદમ તેમના માતાપિતાના 8 બાળકોમાંથી 7માં છે. બ્રહ્માનંદમે લક્ષ્મી અલાપતિ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો છે. લક્ષ્મી હાઉસ વાઈફ છે. તેમના મોટા પુત્રનું નામ રાજા ગૌતમ અને નાના દીકરાનું નામ સિદ્ધાર્થ છે. રાજા ગૌતમે 2004માં ફિલ્મ ‘પલ્લાકિલો પેલ્લી કુટુરુ’થી એન્ટ્રી કરી હતી.

બ્રહ્માનંદમના મોટા દીકરા રાજા ગૌતમે 9 વર્ષ પહેલા 24 ઑક્ટોબર, 2012ના રોજ સિનેમેટોગ્રાફર શ્રીનિવાસ રેડ્ડીની પુત્રી જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા. જ્યોત્સના હાઉસ વાઈફ છે.

તો બ્રહ્માનંદમનો નાનો દીકરો સિદ્ધાર્થનો ઇન્ટરેસ્ટ એક્ટિંગ કરતાં ડિરેક્શન ક્ષેત્રે વધુ લોકપ્રિય છે. ચિરંજીવી સહિત અલ્લુ અર્જુન અને સાઉથના ઘણા મોટા સેલેબ્સ બ્રહ્માનંદમના પુત્રના લગ્નમાં પહોંચ્યા હતા. નાના દીકરા સિદ્ધાર્થના હજી લગ્ન થયા નથી.

ઉલ્લેખનીય છે કે, કૉલેજમાં વિદ્યાર્થીઓને વારંવાર હસાવતા બ્રહ્માનંદમને એક વખત ઇન્ટર કોલેજ ડ્રામા કૉમ્પિટિશનમાં શ્રેષ્ઠ સપોર્ટિંગ કલાકારનો એવોર્ડ મળ્યો હતો, ત્યારબાદ તેમની નાટક પ્રત્યેની રુચિ વધી ગઈ. આ દરમિયાન તેલુગુના જાણીતા નિર્દેશક જાંધ્યાલાએ બ્રહ્માનંદમને ‘મોદ્દાબાઈ’ નામના નાટકમાં એક્ટિંગ કરતા જોવા મળ્યા અને પછી તેમને તેમની ફિલ્મ ‘ચન્તાબાબાઈ’માં રોલની ઓફર કરી હતી.

બ્રહ્માનંદમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે – ભગવાનનો આભાર માનું છું કે હું નાનપણથી લોકોને હસાવવામાં સફળ છું. મારો મિત્ર એમસીવી શશિધર, જે ડીડી-8 માં લીડ પ્રોગ્રામિંગ અધિકારી હતો, મને તે લોકપ્રિય લેખક આદિ વિષ્ણુના ઘરે લઈ ગયા. તેણે કહ્યું કે હું ખૂબ સારી સ્ટેન્ડઅપ કૉમેડી કરી શકું છું જે ટીવી પર ઓનએર કરી શકાય છે. આ પછી મેં જાંધ્યાલાએ મને જોયો અને આ રીતે 1985માં મને પહેલો બ્રેક મળ્યો.

બ્રહ્માનંદમે એવા એક્ટર છે, જે દક્ષિણ ભારતની લગભગ દરેક ફિલ્મોમાં હોય છે. દરેક અભિનેતા અને દિગ્દર્શક તેમની સાથે કામ કરવા માંગે છે. બ્રહ્માનંદમ મુજબ, એકવાર મારા મિત્રના દીકરાએ મને પૂછ્યું કે તમારું નામ બ્રહ્મનંદમ કોણે રાખ્યું છે?

બ્રહ્માનંદમના જણાવ્યા મુજબ, મારા પપ્પાએ પણ મને ક્યારેય કહ્યું ન હતું કે તેમણે મારું નામ બ્રહ્માનંદમ કેમ રાખ્યું. પછી મેં જાતે મારા નામનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો, પછી ખબર પડી કે આ નામનો અર્થ એટલે બ્રહ્માંડનો આનંદ થાય છે.

બ્રહ્માનંદમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. એક જ ભાષાની 700 થી વધુ ફિલ્મોમાં અભિનય કરવા બદલ આ રેકોર્ડમાં નામ નોંધાયું હતું. એટલું જ નહીં, 2009માં સિનેમામાં બ્રહ્માનંદમનું યોગદાન જોઈને તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં 1000થી વધુ ફિલ્મો કરી છે.

ઉલ્લેખનીય છે કે, શરૂઆતના દિવસોમાં બ્રહ્માનંદમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. જો કે, તેઓ તેમના પરિવારમાં એકમાત્ર વ્યક્તિ હતા જેમણે એમએ સુધી અભ્યાસ કર્યો. પોસ્ટગ્રેજ્યુએશન પછી, તેમણે તાત્કાલિક તેલુગુ લેક્ચરર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ નસીબે બીજું કંઇક સ્વીકાર્યું હતું.

બ્રહ્માનંદમના મોટા પુત્ર રાજા ગૌતમના લગ્નમાં પ્રભાસ અને રવિ તેજા પણ આવ્યાં હતાં.