બ્રિટિશ નાગરિકે ભારતમાં લીધી કોરોનાની સારવાર, સાજા થયા બાદ કહ્યું, આવી સારવાર તો UKમાં પણ ના થઈ હોત

દેશમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં કેરળ સામે છે. મંગળવાર સુધી અહીં કોરોનાના 314 દર્દી સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં આ બીમારીથી બે લોકોનાં મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં 50 લોકો એવા છે જેઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સમગ્ર દેશમાં કોરાનાનો કહેર જોવા મળી રહ્યો છે જેને લડવા આખો દેશ એક થઈને લડી રહ્યો છે.

કોરોનાથી સાજા થનારા લોકોમાં પઠાનમથિટ્ટાના રહેવાસી અને વૃદ્ધ દંપતી થોમસ અને મરિયામ્મા પણ છે. કેરળમાં 7 વિદેશી નાગરિકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જેઓને સારવાર માટે ભરતી કરવામાં આવ્યા હતા. જેમાં બ્રિટિશ નાગરિક 57 વર્ષિય બ્રાયન લોકવૂડ પણ સામેલ છે.

બ્રાયન પોતાની પત્ની સહિત 18 લોકો સાથે કેરળના ટૂર પર આવ્યા હતા. બ્રાયનને દુબઇની ફ્લાઇટ પકડવાના થોડા સમય પહેલા જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. સપ્તાહ સુધી સારવાર બાદ સાજા થયા બાદ બ્રાયનને કલામાસ્સેરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. બ્રાયને મીડિયા સાથે વાતચીતમાં સારવાર દરમિયાનના કેટલાક અનુભવ જણાવ્યા હતા.

જ્યારે બ્રાયનને પુછવામાં આવ્યું કે કોચ્ચીથી દુબઇની ફ્લાઇટ પકડ્યા પહેલા તમને હોસ્પિટલ કેમ લઇ જવામાં આવ્યા તો જવાબમાં બ્રાયને જણાવ્યું કે મને થોડા દિવસ પહેલા કોટ્ટાયમમાં તાવ આવતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. મે અને મારી પત્નીએ જાતે જ મુન્નારમાં હોટેલમાં સેલ્ફ આઇસોલેશન કરી રિપોર્ટની રાહ જોઇ. 14 માર્ચે જ્યારે અમને કહેવામાં આવ્યું કે ટેસ્ટ નેગેટિવ આવ્યા છે તો અમારી ટૂર પાર્ટીએ ફ્લાઇટ પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ જેવો હું વિમાનમાં બેસવા જઈ રહ્યો હતો કે મને જણાવવામાં આવ્યું કે મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

બ્રાયનને પુછવામાં આવ્યું કે હોસ્પિટલ શિફ્ટ કરવાની વાત કહેવામાં આવી અને તમારી ફ્લાઇટ મિસ થઇ તો તમને કેવું લાગ્યું તો જવાબમાં બ્રાયને જણાવ્યું કે જ્યારે ગેટ પર મારું નામ એનાઉન્સ થયું તો મને ભ્રમ થયો પરંતુ મને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો તો હું ડરી ગયો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાનના અનુભવ જણાવતા બ્રાયને જણાવ્યું કે મારી પત્ની અને મને અલગ કરી ટેસ્ટ કરવામાં આવ્યો. અણારા એક્સ રે થયા જેમાં દર્શાવવામાં આવ્યું કે અમને નિમોનિયા છે. ડોક્ટરની ટીમે ઝડપથી સારવાર શરૂ કરી. ડોક્ટરોએ મને HIV ડ્રગ્સ અથવા એન્ટીવાયરલમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવ્યું. મારું નિમોનિયા બગડી ગયું તો તેઓએ મને વેન્ટિલેટર રાખ્યો. આવું કરવાથી મારી રિકવરીમાં ઘણી મદદ મળી.

હોસ્પિટલમાં મળેલી સુવિધાથી સંતુષ્ઠ હોવા અંગે બ્રાયને જણાવ્યું કે ત્યાં સ્થિતિ ખરાબ હતી. જો કે મને અનુભવ થયો કે આ બધુ વાયરસને રોકવાની સંભાવના માટે કરવામાં આવી રહ્યું છે. આઇસોલેશન રૂમને નીયમીત રીતે સેનેટાઇઝ કરવામાં આવતો હતો. કારણ કે આ સ્થાનિક હોસ્પિટલ હતી આથી જમવામાં થોડી તકલીફ પડી. પરંતુ મેડિકલ ટીમ તરફથી હંમેશા જણાવવામાં આવતું કે બીજા ક્યા વિકલ્પ મળી શકે તેમ હતા. મેડિકલ ટીમ વર્લ્ડ ક્લાસ હતી. તેમના સભ્ય ખુબ જ વિનમ્ર, દેખભાળ રાખવાવાળા અને સાચા પ્રોફેશનલ્સ હતા. આનાથી વધુ સારી સારવાર મને ક્યારેય ન મળી હોત.

બ્રાયને કહ્યું કે મેં સાંભળ્યું હતું કે કેરળમાં ટોપ ક્લાસ મેડિકલ કેર છે જે હકિકતમાં મારી સારવાર માટે કારગર સાબીત થઇ છે. સાથે જે બ્રાયને કહ્યું કે બ્રિટનમાં આનાથી વધુ સારી સારવાર થઇ શકી ન હતો. તમામ ડોક્ટરોએ સમયસર બધા નિર્ણયો લીધા. તેઓ સતત મારી પત્નીને પણ મારી સ્થિતિ અંગે જણાવતા રહ્યાં.