મહિલાએ શાક બનાવવા જેવું સિમલા મરચું કાપ્યું કે એક વસ્તુ જોઈને કરી મૂકી બૂમાબૂમ

વડીલો હંમેશાથી કહેતા આવ્યા છે કે, જમવાનું બનાવતા પહેલા શાકભાજીને સારી રીતે ધોવા જોઈએ. એટલું જ નહીં તેની ખરીદી કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ શિખામણને ધ્યાને રાખી કેનેડાના એક દંપતીએ સુપરમાર્કેટમાંથી શાકભાજી ખરીદી હતી. જ્યારે દંપતીએ ઘરે આવીને શાક બનાવવા શાકભાજી કાપી તો અંદરથી એવી વસ્તુ નીકળી કે તેને જોઈને પત્નીએ જોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યાર બાદ પતિને બોલાવ્યો તો તે પણ જોઇને દંગ રહી ગયો હતો. આ ઘટના સવા વર્ષ પહેલા સામે આવી હતી, હાલ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

શું તમે બજારમાંથી લાવવામાં આવેલા શાકભાજીને સારી રીતે ચેક કરો છો ખરાં? જો હા, તો આ સ્ટોરી વાંચ્યા બાદ તમે હજુ 10 વખત શાકભાજી ચેક કરતા થઈ જશો એ નક્કી છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેમાં લીલી શિમલા મરચામાં કોઈ હોલ કર્યાં વગર તેની અંદરથી એક જીવ નીકળ્યું હતું.

આ ઘટના કેનેડાની છે. અહીં રહેતા નિકોલ અને ગિરાર્ડ નામના દંપતીને ખબર ન હતી કે શાકભાજીની સાથે ખરીદેલી શિમલા મરચાની અંદર શું હશે. તેઓએ માર્કેટની અંદર લીલી શિમલા મરચા ખરીદ્યા હતા. જ્યારે ઘરે આવીને નિકોલે શાકભાજી શમારવાનું શરૂ કર્યું તો તે જોઈને તેણે બૂમાબૂમ કરી મુકી હતી.

આ શિમલા મરચાની અંદર જીવતો દેડકો જોવા મળ્યો હતો. જેને જોઈને નિકોલે રસોડામાં જ બૂમાબૂમ કરી મુકી હતી. નિકોલનો અવાજ સાંભળી પતિ ગિરાર્ડ પણ રસોડામાં દોડી આવ્યો હતો. તેણે પણ શિમલા મરચાની અંદર દેડકાંને જોયો તો તે પણ હેરાન થઈ ગયો હતો.

આશ્ચર્યની વાત તો એ છે કે, શિમલા મરચાની અંદર ન તો કોઈ છેદ હતો કે ન તો ક્યાંયથી કપાયેલું હતું. બંનેએ દેડકાંને મરચાની સાથે જ એક બરણીમાં પુરી દીધો હતો. આ દેડકો ગ્રીન ટ્રી ફ્રોગ છે. તેઓએ સુપરમાર્કેટમાં તેની ફરિયાદ પણ કરી છે.

ફરિયાદ મળતાં જ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, ફિશરીઝ એન્ડ ફ્રૂડ સુધી પહોંચી. તેઓ પણ આ મામલે તપાસ હાથ ધરી હતી. વૈજ્ઞાનિકોએ પણ દેડકો મરચાની અંદર કેવી રીતે પહોંચ્યો તેની તપાસ હાથ ધરી હતી.