એક્સપ્રેસ હાઇવે પર એકસાથે 40 વાહનો ટકારાયા, ચાલકો ગાડી ઉભી રાખી નીચે ઉતરવા લાગ્યા

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે પરંતુ બે દિવસથી ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે હાઈવે પર લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આજે સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં એકસાથે 40 જેટલી કાર એક પછી એક અથડાઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અકસ્માત સર્જાતાં જ વાહન ચાલકો અને અંદર સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા અને કારમાંથી નીચે ઉતરી ગયા હતાં. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

વહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. એકસાથે 40 જેટલી ગાડીઓ એકબીજા સાથે ટકરાતાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ભારે ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ધુમ્મસને કારણે હાઈવે પર 100 ફૂટ દૂર પણ જોઈ શકાતું નહોતું. ધુમ્મસને કારણે લોકો વાહન ધીમે ચલાવતાં હતાં પરંતુ આગળ કશું દેખાતું ન હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે અંદાજે 40 જેટલી ગાડીઓનો અકસ્માત સર્જાયો હતો. ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી ગઈ હોવાને કારણે એક્સપ્રેસ વે પર વાહનચાલકોને જોવામાં તકલીફ પડી હતી.

આણંદના તારાપુર સહિત ભાલ પંથકમાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસનો નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવામાં આવ્યા હતાં. વિઝિબિલિટીમાં બહુ જ ઘટાડો થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.