જંગલમાંથી મળી એક દુર્લભ બિલાડી, જોતા જ તમે બોલી ઉઠશો, સાલ્લું આવું તે કંઈ હોતું હોય!

બૈતુલઃ મધ્યપ્રદેશના બૈતુલમાં હાલમાં જ એક દુર્લભ કહી શકાય તેવી બિલાડી જોવા મળી હતી. આ બિલાડીને કારણે આસપાસના લોકોમાં કૌતૂહલ છે. તેઓ બિલાડીને જોઈ નવાઈમાં મૂકાઈ જાય છે. એમપીના બૈતુલના સારણીનો આ કિસ્સો છે. અહીંયા રહેતા અનુભવ સિંહા બે મહિના પહેલાં ભોપાલથી સારણી જતા હતાં ત્યારે તેઓ જંગલમાં રોકાયા હતા અહીંયા તેમણે જોયું કે એક ઝાડ પર બિલાડી બેઠી હતી અને નીચે કૂતરાઓએ તેને ઘેરી હતી. બિલાડીનો જીવ બચાવવા માટે અનુભવે પહેલાં કૂતરાઓને ભગાડ્યા અને પછી બિલાડીને પોતાની સાથે કારમાં ઘરે લઈ ગયા.

સફેદ રંગની આ બિલાડીની આંખો જોઈને લોકોને આંચકો લાગ્યો છે. આ બિલાડીની એ આંખ વાદળી તો બીજી આંખ ગોલ્ડન છે. આ બિલાડી હાલમાં મધ્ય પ્રદેશના એક પરિવારની પાસે છે. તેઓ તેને ઘરના સભ્યની જેમ જ મોટી કરે છે.

ઘરે આવ્યા બાદ અનુભવે જોયું કે આ સફેદ રંગની બિલાડીમાં કંઈક અલગ છે. પછી તેનું ધ્યાન પડ્યું કે બિલાડીની એક આંખ વાદળી તો બીજી આંખ ગોલ્ડન છે. પરિવારના બીજા સભ્યો પણ આ અલગ પ્રકારની બિલાડીને જોઈ ખુશ થઈ ગયા હતા. તેમણે બિલાડી પાળવાનો નિર્ણય કર્યો હતો. તેઓ બિલાડીને હૈઝી કહીને બોલાવે છે.

અનુભવે આ અનોખી બિલાડી અંગે ઈન્ટરનેટમાં સર્ચ કર્યું હતું તો તેને ખ્યાલ આવ્યો કે આ એકદમ દુર્લભ છે. ભારતમાં આવી બિલાડી થાય છે કે નહીં તે ખ્યાલ નથી. જોકે, વિદેશી માર્કેટમાં આ બિલાડી પાંચથી સાત લાખ રૂપિામાં વેચાય છે.

બૈતુલના જેએચ કોલેજના બાયોટેકનોલોજી વિભાગના એચઓડી સુખદેવ ડોંગરે કહ્યું હતું કે આ બિલાડીને ખાઓ મેની કેટ કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે થાઈલેન્ડમાં થઆય છે. આનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે. આ દુર્લભ બિલાડી ઘણી જ હોંશિયાર તથા ચંચળ હોય છે. તે માણસોમાં ઘણી જ હળીમળી જાય છે. આ પ્રજાતિને વધારવા માટે ખાસ બ્રીડિંગ કરાવવામાં આવે છે.

આંખો અલગ હોવાનું કારણ આઈરિસ સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર જન્મજાત હોય છે. આવી બિલાડી લાખોમાં એક હોય છે.