ગુજરાતના આ ગામમાં ખેડૂતે કરી રંગબેરંગી ફ્લાવરની ખેતી, ખરીદવા લોકોની લાગે છે લાઈનો

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં અને તેની આસપાસના ગામોમાં ફ્લાવરની ભરપુર માત્રામાં વાવણી કરવામાં આવે છે અને ખેડૂતો લાખો રૂપિયાની કમાણી પણ કરતાં હોય છે. હાલ ગુજરાતમાં ઘણાં ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યાં છે. ત્યારે પ્રાંતિજના એક ખેડૂતે શાકભાજની ખેતીમાં એક અનોખો પ્રયોગ કર્યો હતો. આ ખેડૂતે પોતાના ખેતરમાં રંગીન ફ્લાવરની જાત વિકવાસી હતી જે જોઈને એક નજરે તો વિદેશ લાગે. આ કલરફુલ ફ્લાવર ખાવાથી અનેક ફાયદાઓ થઈ રહ્યાં છે.

સાબરકાંઠાના પ્રાંતિજના એક ખેડૂતે રંગબેરંગી ફ્લાવરની ખેતી કરી હતી. રંગબેરંગી ફ્લાવરની ખેતી કરીને ખેડૂત સારી એવી કમાણી કરી રહ્યો છે. આ રંગબેરંગી ફ્લાવરની ખેતી દ્વારા કેન્સર, ચામડીના રોગ દૂર કરવા સહિત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ ખેડૂતની ખેતી જોવા લોકો દૂર દૂરથી આવી રહ્યાં છે.

આ ખેડૂતે રંગબેરંગી ફ્લાવરની નવી જાત વિકવાસીને અનોખો પ્રયોગ કર્યો છે. પ્રાંતિજના ખેડૂત કલ્પેશ પટેલે અલગ-અલગ કલરના ફ્લાવરની ખેતી કરીને કેન્સર, ચામડીના રોગ દૂર કરવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. હાલ આ રંગબેરંગી ફ્લાવરનો બાવ પણ સારો મળી રહે છે જેના કારણે ખેડૂત સારી એવી કમાણી કરી રહ્યો છે.

હાલ સાદા ફ્લાવરનો ભાવ 5થી 7 રૂપિયા છે જ્યારે આ રંગબેરંગી ફ્લાવરનો કિંમત કિલોએ 25 રૂપિયા છે. સારા ભાવના કારણે ખેડૂત આ રંગબેરંગી ફ્લાવરની ખેતીમાં સારી એવી કમાણી કરી રહ્યો છે. ખેડૂતે કરેલી આ ખેતી જોવા લોકો આવી રહ્યાં છે.

રંગબેરંગી ફ્લાવરની ડિમાન્ડ વધુ હોવાને કારણે પ્રાંતિજના અન્ય ખેડૂતો પોતાના ખેતરથી જ માલનું વેચાણ કરી રહ્યાં છે. રંગીન ફ્લાવરમાં જાંબલી ફ્લાવર વેલેન્ટીના નામથી ઓળકાય છે જ્યારે કેસરી ફ્લાવર કેરોટિના નામથી જાણીતું છે અને ગ્રીન ફ્લાવર વરિયાળીના નામથી ઓળખાય છે.