ફ્રાન્સના યુવકે ગુજરાતની યુવતીનું ચોરી લીધું દીલ, દુલ્હને શરમાતા શરમાતા પહેરાવી માળા

ફ્રાસના એક યુવકને ભારતીય છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને તેની સાથે લગ્ન કરી લીધા હતાં. ફ્રાન્સમાં રહેતાં રોમને કાશીના માર્કંડેય મહાદેવ મંદિરમાં ભારતીય વિધિ મુજબ લગ્ન કર્યાં હતાં. રોમને ગત વેલેન્ટાઇન ડેનાં અવરસે સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. આ દરમિયાન મંદિરમાં હાજર દરેક લોકોએ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતાં. જે છોકરી સાથે રોમને લગ્ન કર્યાં તેનું નામ ધરતી છે. ધરતી બનારસમાં રેસ્ટોરાં ચલાવે છે અને અહીં તે રોમનને પહેલીવાર મળી હતી. છ મહિના પહેલા યોજાયેલા આ લગ્નની તસવીરો હાલ ખૂબ વાઈરલ થઈ રહી છે.

ધરતી અને રોમનની મુલાકાત થોડાંક મહિના પહેલાં જ થઈ હતી. આ પછી બંનેએ મોડું કર્યાં વગર ગત વેલેન્ટાઈનના દિવસે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. માહિતી મુજબ ધરતી અને રોમનની પહેલી મુલાકાત ડિસેમ્બર 2020માં થઈ હતી.

ધરતી ગુજરાતી છે પણ, તે બનારસમાં પોતાનું રેસ્ટોરાંમાં ચલાવે છે. અહીં બંનેની મુલાકાત ડિસેમ્બર 2020માં થઈ હતી. આ પછી બંનેની મુલાકાત વધવા લાગી અને એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન એક દિવસે રોમને ધરતી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેને ધરતીએ સ્વીકારી લીધી અને બંનેએ ગત 14 ફેબ્રુઆરીએ ચૌબેપુર સ્થિત માર્કંડ મહાદેવ મંદિરમાં ભારતીય વિધિ-વિધાનથી લગ્ન કરી લીધાં હતાં.

જોકે મંદિરમાં આ બંનેને જોઈને દર્શન કરવા આવતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં, પણ લોકોએ બંનેને આશીર્વાદ આપ્યા હતાં. તેમના લગ્ન મંદિરના પૂજારીએ વિધિ-વિધાનથી કરાવ્યા હતાં. સૌથી પહેલાં બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી હતી. પછી ફ્રાન્સના યુવક રોમને ધરતીના માંગમાં સિંદૂર પુર્યું હતું અને પછી સાત ફેરા ફર્યાં હતાં.

લગ્નની વિધિ પુરી થયાં પછી બંનેએ ઢગલાંબંધ ફોટો પણ ક્લિક કરાવ્યા હતાં. લગ્નમાં રોમન અને ધરતીના ફ્રેન્ડ્સ પણ સામેલ થયાં હતાં.

મૂળ અમદાવાદની ધરતીએ જણાવ્યું કે, તેની મુલાકાત રોમન સાથે એક વર્ષ પહેલાં કાશીમાં થઈ હતી. ધરતીએ ગુજરાતમાં સ્ટડી કરી છે અને તે નોકરી કરવા બનારસ ગઈ હતી. વારાણસીમાં ધરતીએ ખુદનું રેસ્ટોરાં શરૂ કર્યું છે. રોમન જ્યારે પણ ભારત આવતો ત્યારે તે ધરતીને મળવા માટે તેના રેસ્ટોરાંમાં જતો હતો.

બંનેને પ્રેમ થઈ ગયો અને સંબંધ એટલો ગાઢ થઈ ગયો કે, બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ પછી રોમન ફરી ફ્રાન્સ જતો રહ્યો છે, પણ તેને વાયદો કર્યો છે કે, જ્યારે પણ તે ભારત આવશે ત્યારે તે ધરતી સાથે લગ્ન કરશે. આ વખતે રોમન જ્યારે ભારત આવ્યો ત્યારે તેણે ધરતી સાથે લગ્ન કર્યાં હતાં.

બંનેએ મંદિરમાં લગ્ન કર્યાં પછી સાંજે કાશીમાં ગંગા આરતીનો લહાવો લીધો હતો. લગ્ન પછી ધરતીએ જણાવ્યું કે, ‘ લગ્ન સમયે તેમના ઘરવાળા હાજર નહોતાં. તેમના ફ્રેન્ડ્સે જ પરિવારના લોકો દ્વારા કરાતી વિધિ કરી હતી.’