11માં ધોરણના સ્ટુડન્ટના માઈન્ડ સામે મોટા મોટા જાણકારો પણ થઈ ગયા છક, અનોખી સિદ્ધિ

ફળ અને શાકભાજીનો સામાન્ય રીતે જમવાનું બનાવવામાં ઉપયોગ થાય છે. પણ એક છોકરાની કમાલ જોઈને તમને સલામ કરવાનું મન થઈ જશે. છોકરાએ જે કર્યું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી રહ્યો છે. હવે તમ ઘરે બેઠા શાકભાજી અને ફળોમાં ઈલેક્ટ્રિક એનર્જી પણ જનરેટ કરી શકશો અને તમે બલ્વ ઉપરાંત મોબાઈલ ફોન પણ ચાર્જ કરી શકશો.

ઝારખંડના રોબિન નામના સ્ટુડન્ટે આ કમાલ કરી છે. તેણે શાકભાજી-ફળોમાંથી વીજળી પેદા કરી છે. તેનું કહેવું છે કે જો કોઈ ગાજરમાંથી વીજળી મેળવવી હોય તો 14 ગાજરના પીસ લો. તે ગાજરને કોપર અને જિંકના પ્લેટ સાથે તાંબાના વાયરથી જોડી દો. આવું કરવાથી આ ગાજર બેટરીના રૂપમાં પરિવર્તિત થઈ જશે, જેમાંથી 5 વોટની વીજળી મળશે. આ રીતે તમ 3 વોલ્ટની એલઈડી લાઈટ પ્રગટાવી શકો છે. એટલું જ નહીં તમે મોબાઈલ ચાર્જ કરવા માંગતા હોવ તો પણ થઈ શકે છે.

રોબિનનું કહેવું છે કે શાકભાજી અને ફળોમાં મળતાં કેમિકલ અને ફીઝીક્સને મિક્સ કરીને વિજળીનું ઉત્પાદન કરી શકાય છે. તેની અંદર એવા એનર્જીવાળા ગુણ હોય છે, જેનો તમે ઈલેક્ટ્રિક યુઝ પણ કરી શકો છે.

હાલ રોબિન બિહારના દરભંગામાં 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. તે આગળ જઈને સાયન્ટિસ્ટ બનવા માગે છે. એ માટે તે બાળપણથી પ્રયોગ કરતો આવે છે. તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામને પોતાના આદર્શ માને છે. તે મોટો થઈને તેમની જેમ જ દેશ અને દુનિયાને બહેતર કરવા માટે કંઈક કરવા માંગે છે.

રોબિન ખૂબ જ ગરીબ પરિવામાંથી આવે છે. રોબિન તેના માતા-પિતા સાથે એક નાની અને કાચી ઝૂંપડીમાં રહે છે. તેના ઘરમાં પિતા ઉપરાંત ચાર ભાઈ-બહેન છે. માતા-પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે રોબિનના કારનામા પછી તેના ઘરે લોકોની ભીડ જોવા મળી રહી છે.

રોબિનના કારનામામાં જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. કોઈ બલ્વ તો કોઈ મોબાઈલ ચાર્જ કરીને સિસ્ટમ ચેક કરે છે.

રોબિનના માતા-પિતા ઈચ્છે છે કે સરકાર તેના દીકરાની મદદ કરે. સ્કૂલના ટીચર પણ રોબિનની મદદ કરવા માંગે છે. તેઓ કહે છે કે રોબિન આવનારા દિવસોમાં કલામ જેવો મોટો વૈજ્ઞાનિક બનશે.