મમ્મી-ભાઈને ઘરની બહાર મોકલ્યા ને લાડલી ઘરમાં લટકી ગઈ, કારણ જાણીને લાગશે આંચકો

ઈન્દોરમાં કોમ્પ્યુટર કોર્સ કરવા આવેલી હરદાની એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. તેના ભાઈ મુજબ, તે ઓનલાઇન ગેમ રમતી હતી. તેને કંપનીવાળાનો ફોન આવતો હતો. જેને લીધે તે તણાવમાં રહેતી હતી. આત્મહત્યા પહેલાં તેને પોતાના ભાઈ અને માને સામાન લેવા માટે માર્કેટ મોકલ્યા હતાં. બંને જ્યારે પાછા આવ્યા ત્યારે તેને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસ મુજબ, ઓનલાઇન ગેમ રમવાને લીધે યુવતીનું દેણું થઈ ગયું હતું કે અન્ય કોઈ વાતને લીધે ડિપ્રેશનમાં રહેતી હતી. આ વાતની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પરથી કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી.

હીરાનગર પોલીસ મુજબ, ન્યૂ ગૌરી નગરમાં રહેતી રાધા ઉર્ફે રક્ષા ધનવારેએ શનિવાર સાંજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સ્યૂસાઈડ કર્યાની થોડિક વાર પહેલાં ઘરે આવેલી મા અને તેના ભાઈને રાધાએ કરિયાણા લેવા માટે માર્કેટ મોકલી દીધા હતા. લગભગ અડધો કલાક પછી બંને પાછા આવ્યા ત્યારે રૂમમાં રાધાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરિજન અને આસપાસના લોકો તેને એમ.વાય હોસ્પિટલ લઈ ગયા હતાં જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

રાધા અહીં ભાઈ સંજય અને મા નર્મદાબાઈની પાસે નૌસાર ગામના જિલ્લા હરદાથી આવી હતી. તે ટેલી અકાઉન્ટિંગનો કોર્સ કરી રહી હતી. રાધા ગામમાંથી જ ફર્સ્ટ યરની સ્ટડી કરી રહી હતી. ભાઈ સંજયે કહ્યું કે, તે રાતે ઓનલાઇન ગેમ રમતી હતી. તેને રાતે ફોન આવતાં હતાં. એક-બે દિવસથી તે તણાવમાં હતી. તેના મોબાઇલ પર કંપનીઓના વોટ્સએપ કોલ પણ આવતાં હતાં. અત્યારે પોલીસે તેનો મોબાઈલ જપ્ત કર્યો છે.

રાધાના પિતા ગામમાં જ મજૂરી કરે છે, તો ભાઈ ઇન્દોરમાં એલ્યુમિનિયમનું કામ કરે છે. રાધાની મા પણ મજૂરી કરે છે. આ સંબંધમાં તપાસ અધિકારી કિશોર કુમાર અરનેએ કહ્યું કે, ”આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જે તપાસમાં સામે આવશે તે મુજબ તપાસ કરવામાં આવશે.”