કોરોનાકાળમાં નોકરી જતી રહેતા શાકભાજીની વેચવા મજબૂર થયો કંપનીનો મેનેજર

કોરોનાને કારણે લાગેલાં લોકડાઉનની અસર સમાજના દરેક વર્ગ પર પડી છે. ઘણા લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે, તો ઘણી મોટી કંપનીઓએ છટણીના નામે લાખો લોકોને બરતરફ કર્યા છે. આવી જ એક દુખદાયક ઘટના હરિયાણાથી સામે આવી છે. જ્યાં કંપનીમાં મેનેજરની પોસ્ટમાં નોકરી કરતા એક વ્યક્તિની નોકરી જતી રહી હતી. તો તેની સામે પરિવારને ખવડાવવાની સમસ્યા ઉભી થઈ. પરંતુ તેણે હિંમત ન હારી અને શાકભાજી વેચવાનું શરૂ કર્યું.

રોહતકનો રહેવાસી રિંકુ સૈની, દિલ્હીમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો, જેમાં તેને ઘણો મોટો પગાર પણ મળતો હતો. લગભગ 70 થી 80 લોકો રિંકુ હેઠળ કામ કરતા હતા, તે તેમના બધાનો બોસ હતો. પરંતુ આ કોરોનાએ તેની પાસેથી બધું છીનવી લીધું અને તેને બે સમયની રોટલી માટે રસ્તા પર ઉભો રાખી દીધો.

રિંકુ જ્યં મેનેજર હતો, તેનો નાના ભાઇ અને પિતા પણ એજ કંપનીમાં કામ કરતાં હતા. પરંતુ ત્રણેયએ કોરોના કટોકટી દરમિયાન નોકરી ગુમાવી દીધી હતી કારણ કે કંપની બંધ થઈ ગઈ હતી. હવે આવી સ્થિતિમાં આ ત્રણેય સામે આ સંકટ ઉભુ થયુ હતુ., તેઓ પરિવારને કેવી રીતે ચલવશે. હવે ઘરમાં એક પણ વ્યક્તિ એવો ન હતો જે નોકરી કરતો હોય.

જ્યારે પરિવારને ભૂખ્યા રહેવાની નોબત આવી તો ત્યારે મેનેજર રિંકુએ શાકભાજી વેચવાનું નક્કી કર્યું, કારણ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો બાકી ન હતો. આ માટે રિંકુએ બાઇક પર જુગાડથી એક રેકડી બનાવી અને શાકભાજી વેચવા શેરી-શેરીએ જવાનું શરૂ કર્યું. તેમણે આ કાર્યમાં સહકાર આપવા માટે તેના પિતા અને ભાઈને પણ રોકી દીધા હતા.

મીડિયા સાથે વાત કરતા રિંકુએ કહ્યું – શરૂઆતમાં આ કામ નાનું લાગતું હતું, વિચાર્યુકે, હું આ રીતે શાકભાજી વેચવા માટે જઈશ તો લોકો શું વિચારશે. પરંતુ એક દિવસ મેં વિચાર્યું કે આ રીતે ભૂખ્યા મરવા કરતા તો શાકભાજી વેચવાનું વધુ સારું છે. જ્યારે લારી લઈને નીકળ્યો તો, આસપાસના લોકોએ એક-બે દિવસ પૂછપરછ કહ્યુ આ કામ તને સારું નથી લાગી રહ્યુ તું છોડી દે, તું શિક્ષિત છે, તે સારી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર કામ કર્યુ છે તો આ કામ તું કરીશ? પરંતુ મે શરમ ન રાખી અને શાકભાજી વેચવા માટે નીકળી પડ્યો હતો.

રિંકુએ કહ્યું કે જ્યારે પરિસ્થિતિ બરાબર હશે તો મારી કંપની ખુલી જશે અને મને નોકરી આપશે, તો હું ફરીથી ત્યાં જઇશ. નહિંતર, શાકભાજી વેચવાનું પણ ખરાબ કામ નથી, કોઈ કામ સારું કે ખરાબ હોતું નથી, હવે આનાથી જ મારા ઘરનું ગુજરાન ચાલી રહ્યુ છે.