નર્સ પૂજાએ કોરોના સામેની ફાઈટ માટે ટાળી દીધા લગ્ન, 16 એપ્રિલે થવાની હતી વિદાઈ

શિમલા: હિમાચલની ચંબા મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં નર્સ તરીકે તહેનાત સુંદરનગરની પૂજાએ ફરજને પ્રાધાન્ય આપ્યું. પોતાના લગ્નને કોરોના ખતમ થાય ત્યા સુધી ટાળી દીધું. બુધવાર 15 એપ્રિલે પૂજાના લગ્ન નક્કી કર્યા હતા. આ જ દિવસે વિદાઈ પણ થવાની હતી. પરંતુ પૂજાએ કોરોના વાયરસ દરમિયાન પોતાની ડ્યૂટીને પહેલી ફરજ ગણાવી અને લગ્ન ટાળી દીધા.


ડેહર નિવાસી પ્રકાશ ચંદ શર્માની દીકરી પૂજા ચંબા મેડિકલ કૉલેજમાં સ્ટાફ નર્સ તરીકે સેવા આપી રહી છે. 13 થી 15 એપ્રિલે લગ્ન થવાના હતા, પરંતુ લૉકડાઉન અને કર્ફ્યૂની વચ્ચે દર્દીઓના ઉપચારમાં ડ્યૂટી હોવાથી પૂજાએ પોતાની ફરજને લગ્ન કરતા પહેલા રાખી.

દીકરીના આ મહત્વના નિર્ણયમાં તેના પરિવારજનો અને સાસરિયાઓ પણ તેને સહયોગ આપ્યો. 30 જાન્યુઆરીએ પૂજાની સગાઈ મંડીના લોઅર નેલા નિવાસી ક્ષિતિજ શર્મા સાથે થઈ હતી. લગ્નની તારીખ નક્કી હતી. પૂજા શર્માના પરિવારના સભ્યોએ તેના નિર્ણય પર ગર્વ અને ખુશી વ્યક્ત કરી. સાથે જ થયેલી કોરોનાની બીમારી ખતન ન થઈ જાય ત્યા સુધી તેની લડાઈ ચાલુ રાખવાનું કહ્યુ છે. પૂજાએ કહ્યું કે દેશહિતમાં ફરજ પહેલા, લગ્ન બાદમાં..