કોરોના સામે જંગ જીતીને હોસ્પિટલમાંથી આ અમદાવાદી ગર્લ પોતાના ઘરે પહોંચી પછી ત્યાં જઈને જોયું તો.... - Real Gujarat

કોરોના સામે જંગ જીતીને હોસ્પિટલમાંથી આ અમદાવાદી ગર્લ પોતાના ઘરે પહોંચી પછી ત્યાં જઈને જોયું તો….

અમદાવાદ: શહેરની 34 વર્ષની યુવતી કેટલાક દિવસો પહેલા જ ફિનલેન્ડથી આવી હતી. ખબર પડી કે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી. હવે તે સાજી થઈને ઘરે પાછી આવી છે. જ્યારે તે પોતાની સોસાયટીમાં પહોંચી તો, લોકોએ શંખ અને થાળી વગાડીને તેનું સ્વાગત કર્યું. આ જોઈને તે ભાવુક થઈ ગઈ. તેને ગુજરાતની પહેલી કોરોના પોઝિટિવ દર્દી માનવામાં આવે છે. આ ઘટના સાબિત કરે છે કે, કોરોનાથી ડરો નહીં, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનો પાલન કરવામાં આવે તો કોરોનાથી બચી શકાય છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર ચાલી રહ્યો છે ત્યારે રવિવારે અમદાવાદમાં રહેતી આ યુવતીને મોડી રાત્રે એસવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, તે મહિલાને 18 માર્ચે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. લગભગ 10 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.

આ દરમિયાન રોજ તેની બે વાર તપાસ થતી હતી. રવિવારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને સોમવારે હૉસ્પિટલમાંથી રજા મળી. દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને હરાવવો એટલો મુશ્કેલ નથી, પરંતુ જરા અમસ્તી લાપરવાહી તેને ફેલાવવાનો મોકો આપી રહી છે. આ યુવતી એક ઉદાહરણ છે કે કોરોનાને હરાવી શકાય છે, તેનો બસ એક જ મૂળ મંત્ર છે-સોશિયલ ડિસ્ટન્સિંગ.

યુવતીએ કહ્યું કે, કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. દિવસમાં અનેક વાર હાથ ધુઓ. બહાર જવાનું ટાળો. જો તમે આટલું કરશો, તો તમને કોરોનાનો ચેપ નહીં લાગે. બીજું, જો કોઈના સંપર્કમાં આવવાથી ચેપ લાગે છે, તો તેને છુપાવો નહીં. આવું કરવું તમારા અને અન્ય લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તરત હૉસ્પિટલ જાઓ અને પોતાનો ઈલાજ કરાવો.

ઉલ્લેખનીય છે કે, 34 વર્ષીય મહિલાને 18 માર્ચે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાની છેલ્લા 10 દિવસથી સતત સારવાર કરવામાં આવી રહી હતી. ત્યાર બાદ જીવલેણ વાયરસ કોરોના સામે લડવામાં તે સફળ રહી હતી. આ મહિલાની દિવસમાં બે વાર તપાસ કરવામાં આવતી હતી. ત્યાર બાદ મહિલા સાજી થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.