કોરોનાનો કાળો કહેર: છેલ્લા કેટલાય દિવસથી ભૂખી મહિલાએ કૂતરા પાસેથી છીનવી લીધી રોટલી ને પછી…..

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 14 એપ્રિલ સુધી આખા દેશમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે આખઆ દેશમાં લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે કે તેઓ ઘરમાંથી બહાર ન નીકળે, જેથી ચેપને ફેલાતો રોકી શકાય. એવામાં ગરીબોની સમસ્યા વધી ગઈસ છે. તેઓ એક-એક દાણા માટે કોઈના મોહતાજ થઈ ગયા છે.

ભૂખમરાની એવી જ બે તસવીરો બિહારના ભાગલપુરથી સામે આવી છે, જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. એવું લાગે છે કે લૉકડાઉનના કારણે પેટ ભરવાનો જે પડકાર ઉભો થયો છે, તેનાથી માનવ અને જાનવર વચ્ચેનું અંતર નથી રહ્યું.

ભાગલપુરમાં રસ્તાના કિનારે રોટલીનો એક ટુકડો પડ્યો હતો. એ રોટલીના ટુકડાને ખાવા માટે જેવો એક શ્વાન ત્યા પહોંચે છે કે ત્યારે જ ત્યાં બે મહિલાઓ આવી જાય છે. બંને મહિલાઓ શ્વાનને ભગાવીને તે રોટલીના ટુકડાને ઉઠાવી લે છે.

આ આખી ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. જેણે જેણે પણ આ વીડિયો જોયો તે કાંપી ગયો. ગરીબો પર ભોજનનું એવું સંકટ છવાયું છે કે હવે રસ્તા પર ફેંકવામાં આવેલું જમવાનું પણ ગરીબો ઉઠાવવા લાગ્યા છે.

તો ભૂખમરાની બીજી કહાની પણ ભાગલપુરની છે, જ્યાં ત્રણ અનાથ બહેનોને પેટની આગ બુઝાવવા માટે પ્રધાનમંત્રી મોદીને ગુહાર લગાવવી પડી.

થયું એવું કે કોરોના વાયરસના કારણે લોકડાઉન થયું તેમાં ભાગલપુરના એક ગરીબ પરિવારની રોજી-રોટી છીનવાઈ ગઈ. એક અનાથ પરિવારની ત્રણ બહેનો કોઈના ઘરમાં કામ કરીને ગુજરાત ચલાવતી હતી. લૉકડાઉનના કારણે તેમનું કામ છૂટી ગયું અને તેઓ ભૂખમરાની કગાર પર પહોંચી ગઈ.

ત્રણ દિવસ સુધી ભુખી રહ્યા બાદ તેમને સમજમાં નહોતું આવતું કે કોની પાસે મદદ માંગવામાં આવે. આ વચ્ચે તેમને અખબારમાં પીએમઓનો નંબર દેખાયો. મોટી બહેન ગીતાએ તેના પર ફોન કરીને અધિકારીઓને ત્રણ દિવસથી ભુખ્યા હોવાની જાણકારી આપી.

પીએમઓએ સ્થાનિક પ્રશાસનને ફોન આવ્યા બાદ જિલ્લામાં હડકંપ મચી ગયો. ભાગલપુરના જગદીશપુરના સીઓએ આપદા વિભાગને તેની જાણકારી આપી, ત્યાર બાદ અધિકારી રાશન-જમવાનું લઈને ત્રણેય બહેનો પાસે દોડી ગયા હતાં.