કોરોના સામે લડવા માત્ર 15 વર્ષના ગોલ્ફરે પોતાની 102 ટ્રોફી વેચી ‘PM કેર્સ ફંડ’માં આપ્યું આટલા રૂપિયાનું દાન

હાલ દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના સામે લડવા માટે દેશના તમામ અલગ-અલગ ફિલ્ડના લોકો આગળ આવી રહ્યાં છે. ગોલ્ફર અર્જુન ભાટી ફક્ત 15 વર્ષનો હોઈ શકે છે પરંતુ તેણે COVID-19 રોગચાળા સામે લડવા માટે ઘણું મોટું યોગદાન આપ્યું છે. તેણે ત્રણ વર્લ્ડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશિપ ટાઈટલ અને રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ સહિતની તમામ ટ્રોફી વેચીને રૂપિયા 4.30 લાખ એકત્રિત કર્યાં છે.

ગ્રેટર નોઈડાનાં ગોલ્ફર અર્જુન ભાટીએ 2016 અને 2018 માં યુએસ કિડ્સ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ગયા વર્ષે FCG callaway જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી હતી. અર્જુને વડાપ્રધાન રાહત ભંડોળ (પીએમ-કેર્સ ફંડ)માં મોટું દાન આપ્યું છે.

અર્જુને કહ્યું છેકે ભંડોળ ઉભું કરવા માટે તેણે તેની બધી ટ્રોફી તેના સંબંધીઓ, તેના માતા-પિતા અને મિત્રોને વેચી દીધી હતી. તેમણે મંગળવારે હિન્દીમાં ટ્વિટ કર્યું હતું કે, જે દેશ-વિદેશમાંથી જીતીને 102 ટ્રોફી મે કમાઈ હતી, તેને સંકટનાં સમયે 102 લોકોને આપીને તેમાંથી આવેલાં કુલ 4,30,000 રૂપિયા પીએમ-કેયર્સ ફંડમાં દેશની મદદ માટે આપ્યા છે.’

અર્જુને આગળ લખ્યું હતું કે, મારા યોગદાનની જાણ થતાં મારી દાદી પહેલા રડ્યા અને પછી કહ્યું,’ આ સમયે અસલી અર્જુન તું છે, માનવ જીવન બચાવવું મહત્વપૂર્ણ છે. ટ્રોફી ભવિષ્યમાં જીતી શકાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આને રીટવીટ કરતા લખ્યું, ” દેશવાસીઓની આ જ ભાવના છે, જે કોરોના રોગચાળા દરમિયાન સૌથી મોટો ટેકો છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આને રીટવીટ કરતા લખ્યું, ” દેશવાસીઓની આ જ ભાવના છે, જે કોરોના રોગચાળા દરમિયાન સૌથી મોટો ટેકો છે.”

102 ટ્રોફી વેચતાં ગોલ્ફરના દાદી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં હતાં. આ ઉપરાંત આ ટ્રોફિ તેણે પોતાના નજીકના સંબંધીઓ અને મિત્રોને વેચી છે.