ગુજરાતના આંગણે કોરોનાથી બચવા વર-કન્યા માસ્ક પહેરીને પરણ્યા, જાનૈયાઓને સેનેટાઈઝર આપી કર્યું સ્વાગત - Real Gujarat

ગુજરાતના આંગણે કોરોનાથી બચવા વર-કન્યા માસ્ક પહેરીને પરણ્યા, જાનૈયાઓને સેનેટાઈઝર આપી કર્યું સ્વાગત

વડોદરા: એક જમાનો હતો જ્યારે લગ્ન મંડપમાં કન્યા ઘુંઘટમાં આવતી અને લગ્નની વિધિ પણ ઘુંઘટમાં થતી હતીં જો કે હવે સમય આધુનિક બન્યો છે અને નવવધૂ ઉઘાડા મોઢે જ લગ્ન કરે છે. પરંતુ હાલમાં કોરોના વાઇરસે મહામારીનું રૂપ લીધું છે ત્યારે લગ્નમાં કંઇક જુદા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરામાં યોજાયેલા એક લગ્નમાં વર અને કન્યાએ કોરોના વાઇરસના ચેપથી બચવા માટે માસ્ક પહેરીને લગ્ન કર્યા. સાથે જાનમાં આવેલા લોકોએ પણ માસ્ક પહેર્યા હતાં અને સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી મનસ્વી સોસાયટીમાં અમદાવાદથી જાન આવી હતી. જેમાં વરરાજા શશાંત જાધવે જીવનસંગીની બનવા જઇ રહેલી નિધી ભરતભાઇ સોનુણેએ માસ્ક પહેરીને લગ્નની વિધી કરી હતી અને સંસારમાં ડગલા માંડ્યા હતાં.

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી મનસ્વી સોસાયટીમાં અમદાવાદથી જાન આવી હતી. જેમાં વરરાજા શશાંત જાધવે જીવનસંગીની બનવા જઇ રહેલી નિધી ભરતભાઇ સોનુણેએ માસ્ક પહેરીને લગ્નની વિધી કરી હતી અને સંસારમાં ડગલા માંડ્યા હતાં.

ત્રણ વખત તારીખ બદલી પણ બહેન અમેરિકાથી ન આવી શકી
વરરાજા શશાંત જાધવની બહેન નિલમ લગ્ન કરીને અમેરિકા સ્થાયી થઇ હતી. જો કે કોરોના વાઇરસના કહેરને કારણે તે ભાઇના લગ્નમાં સામેલ થવા આવી શકી ન હતી. બહેન અમેરિકાથી ભાઇના લગ્નમાં આવી શકે તે માટે તેમણે ત્રણ વખત લગ્નની તારીખ બદલી હતી. પરંતુ બહેન ભારત આવી શકી ન હતી.

લગ્નમાં ઓછા લોકો આવ્યા, જાનૈયાઓએ વ્યવસ્થા વખાણી
નિધિ સોનુણેના પરિવારજનોના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસના કારણે લગ્નમાં ધાર્યા કરતા થોડા ઓછા માણસો આવ્યા હતાં. બીજી તરફ જાનમાં આવેલા લોકોએ કન્યાપક્ષ તરફથી માસ્ક અને સેનેટાઇઝરની કરવામાં આવેલી વ્યવસ્થાને વખાણી હતી અને સરકાર દ્વારા કોરોનાને નાથવા લેવામાં આવી રહેલા પગલામાં સાથ આપવા બદલ પરિવારની પ્રશંસા કરી હતી.

વડોદરામાં કોરોનાનો એક કેસ પોઝિટિવ
વડોદરામાં પણ વિદેશથી આવેલા એક વ્યક્તિનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી શહેરના થિયેટર્સ, મોલ, મંદિરો, શાળા, કોલેજો બંધ રાખવામાં આવ્ય છે. વડોદરા એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર મુસાફરોના સ્વાસ્થ્યનું ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.