કોરોનાવાઈરસથી મોત પામેલા દર્દીની લાશને અડવાથી શું થાય, WHOનો ચોંકાવનારો ખુલાસો - Real Gujarat

કોરોનાવાઈરસથી મોત પામેલા દર્દીની લાશને અડવાથી શું થાય, WHOનો ચોંકાવનારો ખુલાસો

જીનીવાઃ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો જાય છે. જેટલાં લોકો સંક્રમિતનાં સંપર્કમાં આવશે તે એટલો જ ફેલાતો જશે. એવામાં કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. તેમની સારવાર પણ અલગથી બનાવેલાં આઈસોલેશન વોર્ડમાં ડોક્ટરો અને નર્સો કરી રહ્યા છે. કોરોનાથી દુનિયાભરમાં હજારો મોત થયા છે. કોરોના સંક્રમિત દર્દીઓની લાશોથી પણ લોકો દૂર રહે છે. આ રોગીઓનો ઈલાજ અને સારવાર કરનારા ડોક્ટર, નર્સો અને હેલ્થ વર્કર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે. અમુક ડોક્ટરોનાં તો મોત પણ થઈ ચૂક્યા છે.

હવે, કોરોના દર્દીઓનાં શબથી ફેલાતા સંક્રમણના સવાલ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ મુજબ કોરોનાનાં દર્દીઓના શબથી સંક્રમણ ફેલાતું નથી. પરંતુ શબનાં સંપર્કમાં આવનારા ડોક્ટરો અને નર્સો અથવા કર્મચારીઓ આ 3 ગંભીર બિમારીઓનો શિકાર થઈ શકે છે.

સૌથી પહેલાં સવાલ થયા છે કે, કોરોનાના દર્દીઓની ડેડ બોડીથી COVID-19 ફેલાઈ શકે છે. શબનાં સંપર્કમાં આવતા લોકો કોરોના પોઝીટીવ હોઈ શકે છે. તેનો જવાબ આવ્યો છે કે, ના, શબથી ચેપ ફેલાતો નથી.

WHO મુજબ કોરોનાથી માર્યા ગયેલાં વ્યક્તિની ડેડ બોડીથી કોરોના વાયરસ ફેલાતો છે, આ વાત તદ્દન ખોટી છે. એવો કોઈ કેસ સામે આવ્યો નથી કે, કોરોનાના દર્દીઓની લાશને અડવાથી ચેપ ફેલાયો હોય. કારણ કે, વાયરસ પરજીવી છે. દર્દીના મોત બાદ તે ખતમ થઈ જાય છે.

WHO મુજબ, તાવ (જેમકે ઈબોલા, મારબર્ગ) અને હૈઝાના મામલાઓને છોડીને સામાન્ય રીતે મૃત શરીર સંક્રાૉમક હોતા નથી. ફક્ત મહામારી એન્ફ્લૂએન્ઝાવાળા રોગીઓનાં ફેફ્સા, જો શબ પરીક્ષણ દરમ્યાન અનુચિત રીતે રાખવામાં આવે છે, તો સંક્રમક થઈ શકે છે. અન્યથા શબ આવા રોગોને સંચારિત કરતા નથી.

આ એક સામાન્ય માન્યતા છે કે, જે વ્યક્તિઓની સંક્રમક બીમારીથી મૃત્યુ થયુ છે, તેમને સળગાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવે પરંતુ તે સાચુ નથી. 24 માર્ચ સુધી COVID-19થી માર્યા ગયેલાં વ્યક્તિઓનાં શબોનાં સંપર્કમાં આવવાથી સંક્રમિત થવાનો કોઈ કેસ કે પુરાવો સામે આવ્યો નથી. WHOએ દાવો કર્યો છે કે કોરોના સંક્રમિત અને શબનાં સંપર્કમાં આવનારા ડોક્ટરો, નર્સો, હેલ્થ વર્કર્સને અન્ય ગંભીર બીમારી જકડી શકે છે. આ બિમારી આ લોકોનો જીવ પણ લઈ શકે છે. તેમાં યૌન રોગ એઈડ્સનો પણ સમાવેશ થાય છે.

WHO મુજબ, જે લોકો સતત COVID-19થી મરતા લોકોની લાશનાં સંપર્કમાં આવે છે, તેઓ ક્ષય રોગ, રક્તવાહક વાયરસ (જેવા કે, હેપેટાઈટિસ બી અને સી અને એચઆઈવી( એઈડ્સ) અને પાચન સંબંધી) બીમારી થઈ શકે છે.

કાર્યકર્તાઓ, જે નિયમિત રૂપથી લાશોને સંભાળે છે, તેમને ક્ષય રોગ, રક્તવાહક વાયરસ(જેવાકે, હેપેટાઈટિસ બી અને સી અને એચઆઈવી( એઈડ્સ) અને પાચન સંબંધી સંક્રમણ (જેમકે, હૈઝા, હેપેટાઈટિસ, રોટાવાયરસ, સાલ્મોનેલોસિસ,ટાઈગ્લોસિસ અને ટાઈફોઈડ, પેરાફોઈડ) જેવા જીવલેણ રોગોનો શિકાર થઈ શકે છે.

એટલા માટે કોરોના વાયરસનાં દર્દીઓનાં સંપર્કમાં આવેલાં ડોક્ટર્સના મોત મોટી સંખ્યામાં થઈ રહ્યા છે. ચીનમાં જે ડોક્ટરોએ કોરોના સંક્રમણની જાણકારી આપી હતી, તેમના પણ થોડા સમયનાં અંતરમાં મોત થયા હતા. ચીનમાં ઘણા ડોક્ટરો દર્દીઓની સારવાર કરતાં કરતાં જ મૃત્યુ પામ્યા હતા. બીજા દેશોમાં પણ એવું થયુ છે.

ભારતમાં પણ ઘણા ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. પાકિસ્તાનનાં એક યુવા ડોક્ટરનું મોત થયુ છે. કારણકે, તેણે કોરોના સંક્રમિત દર્દીની તપાસ કરી હતી. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5500ને પાર જતી રહી છે. તેને કારણે સરકારે જરૂરિયાતની વસ્તુઓ સિવાયની બધી જ વસ્તુઓ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

દુનિયાભરમાં 14 લાખથી પણ વધારે કન્ફર્મ કેસો સામે આવ્યા છે અને 85 હજારથી વધારે લોકોનાં મોત થયા છે. આ બીમારીથી લાખો લોકો સંક્રમિત થયા છે. ચીન, અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ભારત, પાકિસ્તાન, ઈટલી, ઈરાન વગેરે દેશોમાં કોરોનાએ તબાહી મચાવી દીધી છે.