પ્રેમીએ 10 વર્ષ સુધી તેના ઘરમાં પ્રેમિકાને છુપાવી રાખી, બાજુમાં રહેતા પરિવારને ગંધ પણ ના આવી

પ્રેમ દુનિયાનો સૌથી સુંદર અનુભવ છે, પણ કેરળના એક પ્રેમી કપલે દરેક પ્રકારની હદ વટાવી દીધી હતી. અહીં, પ્રેમીએ 10 વર્ષ સુધી તેના ઘરમાં પ્રેમિકાને છુપાવી રાખી હતી. જેની જાણ પ્રેમીના ઘરના લોકોને પણ થઈ નહોતી. જોકે, 10 વર્ષ પછી તેમની આ ચોરી એક સામાન્ય ભૂલને લીધે પકડાઈ ગઈ હતી.

કેરળની આ પ્રેમની કહાની આગળ બોલિવૂડની લવ સ્ટોરી પણ ફેઇલ છે. કેરળના પલક્કડ જિલ્લામાં રહેતાં એક યુવકે તેની પ્રેમિકાને 10 વર્ષ સુધી પોતાના ઘરમાં છૂપાવીને રાખી હતી. જેની જાણ છોકરાના ઘરવાળાને પણ થઈ નહોતી. આ અનોખી પ્રેમ કહાનીની શરૂઆત 10 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારે આઇલૂર ગામમાં રહેતાં 24 વર્ષીય રહમાનને સજિથા નામની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. સજિથા અને રહેમાન એક જ ગામના હતાં, પણ તેમના પ્રેમ સંબંધ વિશે તેમના પરિવાર, ફ્રેન્ડ અને ગામલોકોને જાણ નહોતી.

રહમાન અને સજિથા જાણતાં હતાં કે, એક જ ગામના હોવાથી તેઓ પ્રેમ પ્રસંગની બાબતમાં સફળ થશે નહીં. એટલે તેમણે સાથે રહેવા માટે એક અલગ જ પ્લાન બનાવ્યો હતો. તે પ્લાન મુજબ સજિથા પોતાના ઘરેથી બહાનું કાઢીને નીકળી અને કોઈને જાણ કર્યાં વગર રહેમાનના ઘરમાં રહેવા લાગી હતી.

તમે વિચારતાં હશો કે, 10 વર્ષ સુધી એક જ જગ્યાએ રહેવા છતાં છોકરાના ઘરવાળાને સજિથા વિશે કેમ કંઈ જાણ થઈ નહીં. તેનો સ્પષ્ટ જવાબ છે રહેમાનની સ્કિલ. રહેમાન ખુદ ઇલેક્ટ્રિશિયન છે, જેને પોતાની આવડતથી એક ખાસ લોક તૈયાર કર્યું હતું. તેણે તેના ઘરના દરવાજાની બહાર એક વીજળીનો તાર લટકાવી દીધો હતો, જેને અડતાં જ ઘરના લોકોને કરંટના ઝટકા લાગતાં હતાં. રહમાન તેના ઘરે ગાંડા થવાનું નાટક કરતો હતો. કેમ કે, તેના ઘરવાળા તેને માનસિક રીતે બીમાર સમજે.અને તેના વીજળીવાળા કારનામા વિશે કોઈ કંઈ પૂછે નહીં.

રહમાનના રૂમની બહાર વીજળીના તારને લીધે પરિવારના ઘણાં લોકો રૂમમાં એન્ટ્રી કરી શકતાં નહોતા. પણ તેમને ક્યારેય શંકા થઈ નહીં કે તેના રૂમમાં સજિથાને છુપાવી રાખી છે. રહમાન અને સજિથા જ્યારથી સાથે રહેતાં હતાં, ત્યારથી તે તેના રૂમમાં જ ખાવાનું ખાતો હતો.

ફેબ્રુઆરી 2010માં સજિથા પોતાના પ્લાન મુજબ ઘરેથી નીકળી અને અચાનક ગુમ થઈ ગઈ હતી. સજિથા તેમના ઘરવાળાને એવું કહીને નીકળી હતી કે, તે નજીકમાં પોતાના સંબંધીને ત્યાં જઈ રહી છે. પણ ન તો તે સંબંધીના ઘરે પહોંચી કે ન તો પોતાના ઘરે પાછી આવી. સજિથાના ઘરવાળા સાંજ સુધી તેના પાછા આવવાની રાહ જોતાં હતાં, પણ મોડી રાત થઈ છતાં તે ઘરે પાછી આવી નહીં. તેમણે સજિથા ગુમ થઈ ગઈ હોવાની પોલીસ ફરિયાદ પણ કરી દીધી હતી. પોલીસે ફરિયાદ નોંધી સજિથાની શોધ પણ હાથ ધરી હતી. પણ પોલીસને સજિથા અથવા તેની સાથે જોડાયેલાં કોઈ સબૂત મળ્યા નહોતાં.

એવામાં કેટલાક દિવસો સુધી તપાસ ચાલુ રાખ્યા પછી સજિથા ગુમ થઈ હોવાનો કેસ બંધ થઈ ગયો અને સજિથાના ઘરવાળાએ તે મરી ગઈ હોવાનું માની લીધું છે. એવામાં જ્યારે ગયાં અઠવાડિયે સજિથાની લવ સ્ટોરીનો ખુલાસો થયો હતો. આ પછી તે અચાનક ગુમ થવાનું કારણ પણ સામે આવ્યું હતું. સજિથાના પરિવારના લોકો હેરાન હતાં કે છોકરીને તેમણે 10 વર્ષ પહેલાં મરેલી માની લીધી હતી. તે આજે જીવીત છે અને તેના પ્રેમીના ઘરમાં તેની સાથે છુપાઈને રહેતી હતી.

સજિથા લગભગ 10 વર્ષ સુધી રહમાન સાથે તેના રૂમમાં છપાઈને રહી હતી. આ દરમિયાન તેને કોઈએ પકડી નહોતી. કેમ કે રમહમાન અને સજિથા ઘરવાળાનું રૂટીન વિશે સારી જાણતાં હતા. જોકે, તેમની આ ચોરી એક ભૂલને લીધે પકડાઈ ગઈ હતી. રહમાને 10 વર્ષથી સજિથાને પોતાના ઘરમાં છુપાઈ રાખ્યા પછી અગલ રહેવાનો નિર્ણય કર્યો, જેને લીધે તે એક દિવસ અચાનક ઘર છોડીને જતો રહ્યો. રહમાનના ઘરવાળા 3 મહિના સુધી તેને શોધી રહ્યા હતાં, પણ કોઈને કંઈ ખબર પડી નહોતી.

આ પછી એક દિવસ રહમાનનો ભાઈ બશીર કોઈ કામથી શહેર ગયો હતો. જ્યાં તેણે રહમાનને રોડ પર બાઇક ચલાવતો જોયો હતો. બશીર એક ટ્રેક્ટર ડ્રાઇવર છે. તેણે પોતાના ભાઈને જોઈ બૂમ પાડી પણ રહમાન બશીરને જોઈ ત્યાંથી ભાગી ગયો હતો. બશીરને રહેમાનની આ વાત પર શંકા થઈ અને તેણે રહમાનને શોધવા માટે પોલીસની મદદ લીધી હતી. થોડાંક દિવસ સુધી તપાસ કર્યાં પછી પોલીસે રહમાનને પકડી લીધો હતો. જે પછી રહમાને જણાવ્યું કે, તે શહેરમાં એક છોકરી સાથે ભાડાના મકાનમાં રહે છે.

પોલીસે જ્યારે આ પ્રેમી કપલને કોર્ટમાં રજૂ કર્યાં તો તેમની અજબ પ્રેમની ગજબ કહાની સાંભળી જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. જ્યારે તેમને આ હરકત અંગે પૂછવામાં આવ્યું તો, તેમણે જણાવ્યું કે, બંને એકબીજાને પ્રેમ કરે છે અને એક સાથે રહેવા માગતાં હતાં. પણ તેમને ડર હતો કે, ઘરવાળા તેમનો સંબંધ તોડી ના દે. એટલે મજબૂરીમાં રહમાન અને સજિથાએ આવું પગલું ભર્યું હતું.