લોકડાઉનમાં હરભજન સિંહ અને પત્ની ગીતા બસરાએ આ રીતે 5 હજાર પરિવારોની કરી મદદ

જાણીતા ક્રિકેટર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરા લોકડાઉનના દિવસોમાં જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે આગળ આવ્યા છે. ભજ્જીએ જણાવ્યું કે તે અને તેની પત્ની ગીતા બસરા જલંધરના 5000 પરિવારોને આ મુશ્કેલ સ્થિતિમાં રાશન ઉપલબ્ધ કરાવશે. કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. ભારતમાં અત્યારસુધીમાં 100થી વધુ લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. હરભજન અને ગીતાની મદદ જોઈને ચાહકોએ ભરપૂર વખાણ કર્યાં હતાં.

હરભજન સિંહે રવિવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક તસવીર શેર કરી આ જાણકારી આપી. હરભજને લખ્યું કે સતનામ વાહેગુરુ…બસ હિમ્મત અને હોસલા આપજો…ગીતા બસરા અને હું આજથી 5000 પરિવારોને રાશન વેંચવાનું સંકલ્પ લઇએ છીએ.વાહેગુરુ બધા પર કૃપા કરશો.

ભજ્જીએ પોતાના સંદેશમાં લખ્યું કે અમે અમારા સાથી નારગરિકોનો ભાર ઘટાડવાના પ્રયાસ કરીશું. સુરક્ષીત રહો, ઘરમાં રહો અને સકારાત્મક રહો. ભગવાન આપણા બધા પર કૃપા કરો, જય હિન્દ. ગીતા બસરાએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ પોસ્ટ કરી છે.

39 વર્ષના હરભજને કહ્યું કે તે એવા લોકોને ખાવાનું ખવડાવતા રહેશે જે બઘર છે અને સ્થિતિ સામાન્ય થવા સુધી બેરોજગાર છે. તેઓએ કહ્યું કે અમે 5 કિલો ચોખા, લોટ, તેલ અને અન્ય ખાવાનું પકવવાની જરૂરી સામગ્રી વિતરીત કરી રહ્યાં છીએ. આ પ્રયાસ ચાલુ રહેશે.

ભજ્જીએ કહ્યું કે હું હજુ પણ જલંધર સાથે જોડાયેલો છું. મારો એક ભાગ ત્યાં રહે છે અને હું મારા લોકોને પીડિત જોઇ શકું નહીં. ક્રિકેટે મને ઘણું બધુ આપ્યું છે જેના બદલામાં આ બધું કરી શક્યો.