વડોદરાના આસોજ ગામમાં 11 ફૂટ લાંબો અને 400 કિલોના મગરનું કરાયું રેસ્ક્યૂ, જુઓ લાઈવ તસવીરો

વડોદરા શહેર અને આસપાસના ગામડાઓના રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જતાં હોવાના અને હુમલા કરતા હોવાના વારંવાર બનાવો સામે આવતાં હોય છે ત્યારે આજે આસોજ-પીલોલ ગામના નાળામાં 11 ફૂટ લાંબો મગર પડ્યો હતો. 2 કલાકની જહેમત બાદ મગરને બહાર કઢાયો હતો.

આજે વહેલી સવારે વડોદરા નજીક આવેલા આસોજ ગામે 11 ફૂટ લાંબો અને અંદાજે 400 કિલો વજનનો મહાકાય મગર નવા બની રહેલા નાળામાં ફસાતા જીવ દયા સંસ્થાના કાર્યકરોની મદદ લેવાઈ હતી. આજે વર્ષ 2021નું મગરનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

નાળામાં ફસાયેલા મગરને નાકના ભાગે ઈજા થઈ હોવાથી વઢવાણા ટીમના 15થી 20 કાર્યકરોએ મગરને રેસ્ક્યૂ કરવા જેસીબીની મદદ લીધી હતી અને બે કલાકની ભારે જહેમત બાદ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.

આસોજ ગામમાંથી 11 ફૂટ લાંબા અને 400 કિલો વજનના મહાકાય ઈજાગ્રસ્ત મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નાળામાં ફસાયેલા મગરને જેસીબીથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. મગરના રેસ્ક્યુની કામગીરી જોવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ જામી ગઈ હતી. ગામમાં આ મહાકાય મગર નવા બની રહેલા નાળામાં ફસાઈ ગયો હતો.

જેને લઈને જીવદયા સંસ્થાના હેમંત વઢવાણા અને ફોરેસ્ટ વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી. બન્નેએ સંયુક્ત રીતે કામગીરી કરીને મગરના રેસ્ક્યુનું ઓપરેશન પાર પાડ્યું હતું.

નાળામાં ફસાયેલા મગરને નાકના ભાગે ઈજા થઈ હોવાથી વઢવાણા ટીમના 15થી 20 કાર્યકરોએ મગરને રેસ્ક્યુ કરવા JCBની મદદ લેવામાં આવી હતી. 2 કલાકની જહેમત બાદ સલામત રીતે મગરને બહાર કાઢવામાં આવ્યો હતો.