ડાન્સર નોરા ફતેહીએ મિડી પહેરીને રસ્તા પર નિકળી તો ચાહકો થયા બેકાબૂ પછી…..

સ્કિન મિક્સ ફાઉન્ડેશન, લાઈટ મસ્કારા અને લિપ્સ્ટિક લગાવીને જ્યારે નોરા ફતેહી ઘરેથી નીકળે છે ત્યારે લાખો ચાહકોના દિલોને ઘાયલ કરે છે કારણ કે નોરાની સ્ટાઈલ જ એવી છે. હાલ નોરા ફતેહીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જે જોઈને ચાહકો ભરપુર કમેન્ટ્સ કરી રહ્યાં છે.

ટોપ ટુ બોટમ નોરા પરફેક્શનની સાથે લોકોની સામે આવે છે ત્યારે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ ટી સીરીઝની ઓફિસમાં સ્પોટ થઈ હતી ત્યારે તે વ્હાઈટ મિડીમાં જોવા મળી હતી.

નોરાનો આ સિમ્પલ સોબર ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે આટલા સિમ્બલ ડ્રેસને પણ નોરાએ ખાસ બનાવી દીધો હતો. પરંતુ આ ડ્રેસથી પણ વધારે ચર્ચા થઈ રહી છે તેના પર્સ અને હાઈ હીલ બેલીની.

અભિનેત્રીને Louis Vuitton બ્રાન્ડની બેગ પોતાની સાથે કેરી કરી હતી, જ્યારે Christian Louboutin pumpsની હાઈ હિલ્સ પહેરી હતી. જે તસવીરોના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી.

જો તમને આ પર્સ અને હાઈ હિલ્સ પસંદ આવી છે અને તમને ખરીદવાની ઈચ્છા છે તો તમારે એક સારા એવા પૈસા ચુકવવા પડશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ડિઝાઈનર હેંડ બેગની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા છે જ્યારે હાઈ હિલ્સની કિંમત લગભગ 50 હજાર રૂપિયા છે.

આ પહેલીવાર નથી બન્યું કે નોરાનો લુક લોકોને પસંદ આવ્યો હોય પરંતુ દરેક વખત તેની સ્ટાઈલ સૌથી અલગ અને ખાસ હોય છે.