આ યુવતીએ ક્રિકેટર દીપક ચાહર ને જયા ભારદ્વાજનું કરી આપ્યું સેટિંગ!

ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચાહરે મેચ પછી દુબઈના સ્ટેડિયમમાં ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું છે. રિંગ પહેરાવીને પોતાની સગાઈની જાહેરાત કરી દીધી છે. આ પછી દીપકની બહેન માલતી સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘લો મળી ગઈ ભાભી, અને છોકરી વિદેશી નહીં પણ દિલ્હીની છે.’

દીપકની 5 મહિના જૂની લવ સ્ટોરીની સ્ક્રિપ્ટ રાઇટર તેમની બહેન માલતી છે. માલતીએ પહેલીવાર જયાને દીપક સાથે મળાવી હતી. અહીંથી જ તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ પછી દીપકે જયાને પોતાના પરિવાર સાથે મળાવ્યા અને વાત નક્કી કરી હતી.

દીપકના એક ફેમિલી ફ્રેન્ડે જણાવ્યું કે, જયા દિલ્હીના બારાખંબાની રહેવાસી છે. તેમના પરિવારમાં મા અને ભાઈ સિદ્ધાર્થ છે. જયા નાની હતી ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. જયાની માએ હોર્ડિંગ ડિઝાઈનનો બિઝનેસ સંભાળ્યો અને બંને બાળકોની સારસંભાળ કરી હતી.

જયાનો ભાઈ સિદ્ધાર્થ બિગબોસ 5માં આવી ચૂક્યો છે. આ ઉપરાંત એમટીવીના ફેમસ શો સ્પ્લિટ્સ વિલામાં પણ દેખાઈ ચૂક્યો છે. જયાએ 12માં ધોરણમાં તેમના સ્કૂલની ટોપર હતી. આ પછી તેમણે એમબીએ કહ્યું હતું. અત્યારે તે એક ટેલિકોમ કંપનીમાં દિલ્હીમાં ડિજિટલ પ્લેટફોર્મની હેડ છે.

દીપક અને જયાની મુલાકાત કરાવવામાં માલતીનો મહત્ત્વનો રોલ છે. દીપકના ફેમિલી ફ્રેન્ડે જણાવ્યું ક, પહેલીવાર માલતીએ જયાની મુલાકાત દીપક સાથે કરાવી હતી. જયા માલતીની ફ્રેન્ડ હતી. આ પછી દીપક અને જયા વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. તેમની રિલેશનશિપ લગભગ 5 મહિના જૂની છે.

ધીરે-ધીરે જયા સાથે નજીકતા વધી હતી. બંનેનો લગ્ન કરવાનો ઇરાદો હતો. આ પછી દીપકે જયાને પોતાના પરિવાર સાથે મલાવી હતી. 7 ઓગસ્ટે જયા આગ્રા ગઈ હતી. તે દિવસે દીપકે આગ્રાની જીલ્લા હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી.

તે દિવસે જયા દીપક સાથે જ જીલ્લા હોસ્પિટલમાં ગઈ હતી. દીપકે જયાને જીડી ગોયનકા ચાહર ક્રિકેટ એકેડમી પણ દેખાડી હતી. આ પછી તે જીડી ગોયનકા સ્કૂલ પણ ગઈ હતી. જ્યાં સ્કૂલના પ્રિન્સિપાલ પુનીત વશિષ્ઠ સાથે દીપકે જયાની મુલાકાત કરાવી હતી. આ પછી બંનેએ તાજમહેલ અને બીજા સ્મારક પણ જોયા હતાં.

દીપકે જ્યારે જયાને પોતાના પરિવાર સાથે મળાવી ત્યારે પરિવારના લોકોને તેમની સાદગી પસંદ આવી હતી. દીપકના પિતા લોકેન્દ્ર ચાહરે જમાવ્યું કે, તે ઇચ્છતા હતાં કે, જે પણ છોકરી હોય તે સારી ભણેલી-ગણેલી હોય. તેમની હાઇટ સારી હોય અને સેલ્ફ ડિપેન્ડન્ટ હોય. આ દરેક ખૂબી જયામાં છે. તેમનું કહેવું છે કે, બંનેનું અંડરસ્ટેન્ડિંગ ખૂબ જ સારું હોવું જોઈએ.