‘રામાયણ’ના સીતા મુંબઈમાં રહે છે અહીં, અંદરથી કંઈક આવું દેખાય છે ઘર, જુઓ તસવીરો

મુંબઈઃ 1987માં ટેલિકાસ્ટ થયેલી ‘રામાયણ’ સીરિયલ હાલ દૂરદર્શન પર ફરીવાર ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. આ સીરિયલ જોઈને કલાકારોને લોકો વાસ્તવમાં ભગવાન માનવા લાગ્યા હતાં. આટલું જ નહીં તેઓ જ્યા પણ જતા ત્યાં તેમને પગે લાગતા હતાં. આ સીરિયલમાં રામનો રોલ અરુણ ગોવિલ તથા સીતાનો રોલ દીપિકા ચિખલિયાએ કર્યો હતો. દીપિકા ચિખલિયા હાલમાં 55 વર્ષની છે. તેનો જન્મ 29 એપ્રિલ, 1965માં મુંબઈમાં થયો હતો. દીપિકાએ હિંદી પોર્ટલ દૈનિક ભાસ્કરને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને તેમાં ઘરની તસવીરો પહેલી જ વાર સામે આવી હતી.

દીપિકાએ ‘રામાયણ’ સીરિયલ ઉપરાંત અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં ‘ભગવાનદાદા’, ‘રાત કે અંધેરે મેં’, ‘ખુદાઈ’, ‘સુન મેરી લૈલા’, ‘ચીખ’, ‘આશા ઓ ભાલોબાશા’ (બંગાળી), તમિળ ફિલ્મ ‘નાંગલ’ જેવી ફિલ્મ કરી હતી. જોકે, આમાંથી મોટાભાગની સીરિયલ બી ગ્રેડની હતી.

વર્ષ 2017માં દીપિકાએ ગુજરાતી સીરિયલ ‘છૂટાછેડા’થી ગ્લેમર વર્લ્ડમાં કમબેક કર્યું હતું. આ ઉપરાંત દીપિકાએ મનોજ ગિરીની ફિલ્મ ‘ગાલિબ’માં પણ કામ કર્યું હતું. દીપિકા ચિખલિયા ફિલ્મ ‘બાલા’માં યામી ગૌતમની માતાના રોલમાં જોવા મળી હતી.

દીપિકાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં હતાં. હેમંત ટોપીવાલા બિઝનેસમેન છે. તેઓ શિગાંર ચાંદલો, ટિપ્સ એન્ડ ટોઝ નેલપોલિશના ઓનર છે. દીપિકા તથા હેમંતને બે દીકરીઓ છે, નિધી તથા જૂહી.

લગ્ન બાદ દીપિકાએ ગ્લેમરવર્લ્ડમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. દીપિકાએ પતિનો બિઝનેસ સંભાળ્યો હતો અને તેમાં માર્કેટિંગ ટીમને લીડ કરી હતી.

દીપિકાએ પોતાના ઘરની બાલ્કનીને કંઈક આ રીતે ડેકોરેટ કરીને રાખી છે. તેને અહીંયા બેસવું ઘણું જ પસંદ છે.

દીપિકાને વાંચવાનો ઘણો જ શોખ છે અને તેણે ઘરની અંદર એક લાઈબ્રેરી રૂમ પણ બનાવ્યો છે.

દીપિકા ચિખલિયા પોતાના ડ્રોઈંગરૂમમાં