સો.મીડિયા સ્ટાર તન્વીનો ધમાકો, એવા એવા મૂવ્ય કર્યા કે લાગી ગઈ ઠંડીમાં આગ

‘પઠાન’નું નવું ગીત ‘બેશરમ રંગ’ છેલ્લા ઘણાં સમયથી વિવાદમાં છે. આ ગીતમાં દીપિકા બિકીની લુકમાં જોવા મળી છે. આટલું જ નહીં દીપિકા આ ગીતમાં ઘણી જ બોલ્ડ લાગી છે. ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકીની પહેરી છે.

હાલમાં જ આ ગીતના હુક સ્ટેપ્સ પર પ્લસ સાઈઝ મોડેલ અને સોશિયલ મીડિયા સ્ટાર તન્વી ગીતા રવિશંકરે એક વીડિયો બનવ્યો હતો. તન્વીએ દીપિકાની જેમ ડાન્સ મૂવ્સ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તન્વી ગીતા રવિશંકર જાણીતી પ્લસ સાઈઝ મોડેલ અને સો.મીડિયા સ્ટાર છે. તેણે દીપિતાની જેમ ડાન્સ કરીને વીડિયો બનાવ્યો છે. સોશ્યિય મીડિયા પર આ વીડિયો ખબૂ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.

આ વીડિયોમાં તન્વી પણ દીપિકાની જેમ બિકીની નજર આવે છે અને બીચ ફરતા ફરતા પોતાના સેન્શુઅસ મૂવ્સ દેખાડી રહી છે. આ સોંગ પર તે એક્ટ્રેસની જ સ્ટાઈલ કરી રહી છે.

આ વીડિયો શેર કરતા તન્વીએ પોતાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું- ‘બી બેશરમ, જો તમે તમારી મનપસંદ વસ્તું કરી રહ્યા છો, એવું પહેરી રહ્યા જો જે તમને પસંદ છે, એવું જ જીવી રહ્યા છો જે તમને પસંદ થે. અને જો આ વસ્તુઓ કોઈની નજરમાં બેશરમ બને છે, તો આમાં કોઈ વાંધો નથી.’

તન્વીના આ ડાન્સ વીડિયો પર લોકોના મિશ્ર પ્રતિભાવી આવી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે ‘આ ડાન્સ મૂવીમાં હોવો જોઈએ’. બીજા યુઝર્સે લખ્યું- ‘કાશ મારી અંદર પણ આ લેવલનો આત્મવિશ્વાસ હોત’. વધુ એક યુઝર્સે કહ્યું ‘તન્વી દીપિકા પાદુકોણ કરતાં પણ હોટ લાગે છે. ‘

નોંધનીય છે કે શાહરુખ ખાનની આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં શાહરુખ ખાનના સિક્સ પેક એબ્સ જોવા મળ્યા હતા.

વિવાદને કારણે હજી સુધી ફિલ્મના પ્રોડ્યૂસર્સ યશરાજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું નથી. ફિલ્મ રિલીઝ થવામાં ઘણો જ ઓછો સમય છે. આ ફિલ્મથી શાહરુખ ખાન ચાર વર્ષે બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. છેલ્લે તે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો.

દીપિકા છેલ્લે ફિલમ ‘ગહેરાઇયા’માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી તથા અનન્યા પાંડે હતા. ફિલ્મમાં દીપિકાએ ઘણાં જ બોલ્ડ સીનસ આપ્યા હતા.