સાત એકરમાં ફેલાયેલા વૈભવી બંગલામાં રજવાડી ઠાઠથી રહે છે માહી, જુઓ કેવું ઘર? - Real Gujarat

સાત એકરમાં ફેલાયેલા વૈભવી બંગલામાં રજવાડી ઠાઠથી રહે છે માહી, જુઓ કેવું ઘર?

રાંચીઃ કોરોનાના સંક્રમણને રોકવા માટે ભારત સરકારે આખા દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે, જેના કારણે બધાં પોતપોતાના ઘરમાં કેદ થઈ ગયાં છે, આ સંક્રમણના કારણે રમત-ગમતની ઈવેન્ટ્સ પણ રદ થઈ છે અથવા તો પોસ્ટપોન્ડ થઈ છે. આ જ કારણે બધા ખેલાડીઓ પણ પોતપોતાના ઘરમાં જ કેદ છે. લોકડાઉનના કારણે શિખર ધવન જેવા ઘણા ખેલાડીઓને ઘરમાં જ કસરત કરવી પડે છે, તેમણે ઘણા વિડીયોઝ પણ શેર કર્યા છે, પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને કોઇ સમસ્યા નથી. ધોનીનું ઘર 7 એકર જમીનમાં ફેલાયેલ છે.

ધોનીના ઘરમાં જ કસરતથી લઈને દોડવા-રમવા બધા જ માટે પૂરતી જગ્યા છે. ધોની તેની પત્ની સાક્ષી અને દીકરી ઝીવા સાથે લોકડાઉનમાં અહીં જ ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. સાક્ષી સોશિયલ મીડિયામાં ઘણીવાર ઘરની તસવીરો અને વિડીયોઝ શેર કરે છે, જેમાં ઝીવા મસ્તી કરતી પણ જોવા મળે છે.

ધોનીનું ઘર 7 એકર જમીનમાં ફેલાયેલ છે. તેને ઘર બનાવવા માટેની જમીન રાજ્ય સરકારે આપી હતી.

ધોનીનું ઘર બીજેપી પ્રદેશ ઓફિસની બરાબર બાજુમાં છે, વર્ષ 2009 માં ધોનીને આ જમીન ભેટમાં મળી હતી.

ધોનીના ઘરનું નામ કૈલાશપતિ છે. ધોની ઘરમાં ઘણીવાર ગાર્ડનિંગનું કામ કરતો હોય છે.

અન્ય ખેલાડીઓની જેમ ધોનીએ કોઇ મહાનગરમાં ઘર લેવાની જગ્યાએ પોતાના હોમ ટાઉનમાં પોતાનું ઘર બનાવ્યું છે.

ધોનીએ ઘરમાં સ્માર્ટ ફીચર્સની જગ્યાએ પ્રાકૃતિક સૌંદર્ય પર વધારે ધ્યાન આપ્યું છે.

ધોનીની દીકરી ઝીવા પણ આ ઘરમાં વારંવાર રમતી જોવા મળે છે.

ધોનીના આ ઘરમાં બાઇક્સ મૂકવાનું એક શાનદાર ગેરેજ પણ છે.

ધોની હાલમાં ઘરમાં જ આરામથી પોતાના ડોગ્સ અને ગાર્ડનિંગ કરીને સમય પસાર કરી રહ્યો છે. તે પોતાના ડોગ્સને ખાસ ટ્રેનિંગ પણ આપે છે.

You cannot copy content of this page