મજૂરની દીકરીની હેલિકોપ્ટરમાં થઈ વિદાય, જોવા માટે લોકો ખેતરોમાં દોડ્યા

ભારતમાં આજે પણ ઘણાં એવાં ઘરો છે,જ્યાં એક છોકરીના જન્મ પછી, ઘરમાં એટલી ખુશી મનાવવામાં આવતી નથી જેટલી છોકરાનો જન્મ થાય ત્યારે ઉજવવામાં આવે છે. કેટલાક લોકો છોકરીઓને હજી પણ બોજ માને છે. આનું એક કારણ એ છે કે છોકરીના લગ્નમાં માતા-પિતાને ઘણી વાર ભારે દહેજ ચૂકવવું પડે છે. દહેજ ગેરકાયદેસર બન્યા પછી પણ, આ કાર્યવાહી હજી પણ અમલમાં છે. જો કે, આજે અમે તમને એવા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે એક સરસ દાખલો બેસાડ્યો છે. આ લગ્નમાં છોકરાએ દહેજ ન લેતા શુકન તરીકે માત્ર એક રૂપિયો લીધો હતો. છોકરાના પરિવારે આવું કેમ કર્યું તેની પાછળ એક મોટું અને રસપ્રદ કારણ હતુ. આ લગ્ન 2020માં થયા હતા.

હકીકતમાં, 10 ફેબ્રુઆરીએ હિસાર જિલ્લાના ગોહાણામાં રહેતા સંજયે સંતોષ યાદવ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન કરાવવા માટે સંજયના પિતા સત્બીરે એક અનોખી શરત મૂકી હતી. તેમણે કહ્યું કે યુવતીનાં ઘરનાં લોકોને કહ્યું કે અમે લગ્ન સમયે દહેજ નહીં લઈશું અને શુકન તરીકે માત્ર 1 રૂપિયો લઈશું. સત્બીર કહે છે કે તે આવું કર્યુ હતુ, જેથી લોકોને પુત્રી બચાવોનો સંદેશો મળી શકે. આજકાલ, ઘણા ગામોમાં, પુત્રીને ભાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અમે આવા દહેજ વિના લગ્ન કરીને સંદેશ આપવા માંગતા હતા.

આ લગ્નમાં બીજી ખાસ વાત એ હતી કે વરરાજા સંજય લગ્ન માટે હેલિકોપ્ટરમાં બેસીને આવ્યા હતા અને દુલ્હનને વિદાય દરમ્યાન પોતાની સાથે હેલિકોપ્ટરમાં બેસાડીને લઈ ગયા હતા. વાસ્તવમાં સંજય સતબીરનું એકમાત્ર સંતાન છે. આવી સ્થિતિમાં, તે ઈચ્છતા હતા કે તે તેના લગ્ન માટે હેલિકોપ્ટરમાં બેસીને જ જાય. તેથી તેના પિતાએ આ ઇચ્છા પૂરી કરી હતી. સંજયે બીકોમ ફાઈનલ કરેલું છે, જ્યારે તેની વહુ સંતોષ સંજય કરતા વધારે શિક્ષિત છે.

આ લગ્ન જોઈને ગામલોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓનું કહેવું છેકે, તેમણે આજ સુધી ગામમાં આવા અનોખા લગ્ન જોયા ન હતા. છોકરીના પિતાનું કહેવું છેકે, સંતોષ તેની મોટી પુત્રી હતી. તે હંમેશાં તેના લગ્નજીવનને લઈને ટેંશનમાં રહેતા હતા.

ખાસ કરીને તેનાં દહેજના પૈસા એકત્ર કરવાનું ટેન્શન, પરંતુ તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની પુત્રી દહેજ વિના લગ્ન કરશે અને તે હેલિકોપ્ટરમાં બેસીને વિદાય લેશે. તે તેની પુત્રી માટે ખૂબ જ ખુશ છે.

ગોહાના જિલ્લાના સંજયે દહેજ લીધા વિના માત્ર એક રૂપિયાના શુકનથી સંતોષ સાથે લગ્ન કર્યા હતા. તે દુલ્હનને પણ હેલિકોપ્ટરમાં લઈને ગયા હતા. સંજયના પિતા સત્બીર કહે છે કે દહેજ વિના લગ્ન કરવા પાછળનો હેતુ બેટી બચાવોનો સંદેશ આપવાનો હતો. જેથી લોકો દીકરીને બોજ ન માને.

ગામ લોકોનું કહેવું છે કે ગામમાં પહેલીવાર આવા લગ્ન જોવા મળ્યા હતા, જેમાં દહેજ લેવામાં આવ્યું ન હતુ અને પુત્રી લગ્ન પછી વરરાજા સાથે હેલિકોપ્ટરમાં વિદા થઈ હતી.