મોડી રાત્રે દિશા પટની જોવા મળી બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે, બની સેન્ટર ઓફ એટ્રેક્શન - Real Gujarat

મોડી રાત્રે દિશા પટની જોવા મળી બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે, બની સેન્ટર ઓફ એટ્રેક્શન

બોલિવૂડ સ્ટાર ટાઈગર શ્રોફ અને દિશા પટની મોડી રાતે મુંબઈમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન તેમના કેટલાક ખાસ ફોટો અમે તમને બતાવીએ. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો જોઈને ચાહકોએ ભરપુર કમેન્ટ્સ કરી હતી.

આ દરમિયાન બંને એક જ કારમાં આવતાં દેખાયા હતાં. ટાઇગર કાર ડ્રાઇવ કરી રહ્યા હતા તો દિશા તેમની સાથે ફ્રન્ટ સીટ પર બેસેલી હતી.

આ દરમિયાન દિશા પટનીનો લુક ખૂબ જ ચર્ચામાં હતો.

મોડી રાતે પણ દિશા પોતાની ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ સાથે દિશાએ ચહેરા પર માસ્ક પહેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દિશા પટની જલદી પોતાની અપકમિંગ ફિલ્મ રાધેમાં જોવા મળશે જેમાં તેમની સાથે સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે.

આ ફિલ્મ આ વર્ષે 2021માં ઇદના દિવસે સિનેમાઘરમાં રિલીઝ થશે. સાથે જ દિશા બીજીવાર સલમાન ખાન સાથે ફિલ્મ કરતી જોવા મળશે. આ પહેલાં દિશા અને ટાઇગર શ્રોફ ફિલ્મ બાગી 2માં પણ સાથે જોવા મળ્યા હતાં.

ટાઇગર અત્યારે ફિલ્મ ગણપતના શૂટિંગમાં વ્યસ્ત છે. દિશા સાથે તેમના બોન્ડિંગને લીધે સોશિયલ મીડિયા પર ફોટો વાઇરલ થઈ રહ્યાં છે.

ઘણીવાર ટાઇગર અને દિશા એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળી રહ્યાં છે.

બંનેમાંથી કોઈ પણ અત્યારસુધી પોતાના રિલેશનશિપની વાત સ્વીકારી નથી. જોકે, ઘણીવાર બંને પબ્લિકલી એકબીજા વિશે વાત કરતાં જોવા મળ્યા છે.

You cannot copy content of this page