મોટો દાવો: એક મહિલાએ ડોલ્ફિન માછલી સાથે બાંધ્યા હતાં શારીરિક સંબંધો

માણસને જાનવરો પ્રત્યે પ્રેમ થાય છે તે સ્વાભાવિક છે, પરંતુ એક મહિલા એવી પણ હતી જેને ડોલ્ફિન માછલી સાથે શારીરિક સંબંધ હતા. આ મહિલા સાથે સંબંધ થયા પછી ડોલ્ફિને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના ૧૯૬૦ના દાયકાના પ્રારંભની છે. તે સમયે નાસાએ માર્ગારેટ લોવેટ નામની યુવા મહિલાને ડોલ્ફિન સાથે સંવાદ કરવા માટે તેની યોજનાનો હિસ્સો બનાવી હતી. આ યોજના પાછળનો વિચાર તે હતો કે ડોલ્ફિનની મગજ કેવું છે અને તે માનવી કરતાં કેટલું શક્તિશાળી છે તે શોધવામાં આવે.

વૈજ્ઞાનિકોનું માનવું હતું કે બુદ્ધિશાળી પ્રજાતિઓ એકબીજા સાથે કેવી રીતે વાત કરે છે, તે જાણીને લોકોના જાનવરો સાથેના સંવાદની ટેકનિક વિકસાવી શકાય છે. તેને લઈને ૨૦ વર્ષની માર્ગારેટ ડોલ્ફિન ન્યુરોસાયન્ટિસ્ટ જોન લિલી સાથે કામ કરવા માટેની આકર્ષક યોજનામાં સામેલ થઈ ગઈ હતી. તેને સેન્ટ થોમસ કેરેબિયન દ્વીપ પર રાખવામાં આવી હતી.

માર્ગારેટે જણાવ્યું હતું કે ત્યાં ત્રણ ડોલ્ફિન હતી, જેનું નામ પીટર, પામેલા અને સિસી હતું. તેમા પામેલા મોટી હતી. માર્ગારેટ મુજબ પામેલા એકદમ શરમાળ અને ડરપોક હતી. જ્યારે પીટર યુવાન અને થોડો તાફાની હતો.

પીટર અને માર્ગારેટ વચ્ચે એક અનોખું બંધન વિકસ્યુ હતું. આ જ કારણે માર્ગારેટ બીજી ડોલ્ફિન સાથે વધારે સમય વીતાવે તો પીટરને તેની ઇર્ષા આવતી હતી કેમકે તેને માર્ગારેટ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેના સંબંધોમાં એટલું ઊંડાણ આવી ગયું હતું કે તેમની વચ્ચે સંબંધ પણ બની ગયો હતો.

માર્ગારેટે જણાવ્યું હતું કે પીટરને મારી શરીરરચનામાં ઘણો રસ હતો. હું જ્યાં બેઠી હોઉ અને મારા પગ પાણીમાં હોય તો તે ઉપર આવી મારી પીઠને જોતો હતો. માર્ગારેટ પીટર વધારે પડતો શારીરિક રીતે ઉત્તેજિત રાહત થઈ જાય ત્યારે તેને શારીરિક રાહત આપતી હતી. પીટરનું હૃદય ત્યારે તૂટી ગયું જ્યારે યોજના પૂરી થતાં માર્ગારેટ જુદી થઈ ગઈ, તેના પગલે તેણે આત્મહત્યા કરી લીધી.