રિટાયર્ડ ફૌજીની દીકરીની હેલિકોપ્ટરમાં થઈ વિદાય, જોવા આખે આખું ગામ ઉમટ્યું

સમગ્ર દેશમાં હાલ લગ્ન મૌસન ખિલી ઉઠી છે ત્યારે લગ્નમાં દુલ્હા અને દુલ્હન એકબીજના તમામ સપનાંઓ પૂરા કરી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનના સીકરના લાખાવી નાંગલામાં અનોખા લગ્ન યોજાયા હતા. સીકરના લાખાવી નાંગલામાં રહેલા રિટાયર્ડ જવાનની પુત્રીને ફૌજી હેલિકોપ્ટરમાં વિદાય કરીને લઈ ગયો હતો. ગામની પુત્રીની વિદાય જોવા આખું ઉમટી પડ્યું હતું. હેલિકોપ્ટરમાં વિદાય જોઈને ગામના લોકો ફૌજીના વખાણ કરી રહ્યાં હતાં.

લગ્ન પહેલાં દુલ્હને દુલ્હાને જણાવ્યું હતું કે, તે કોઈ દિવસ હેલિકોપ્ટરમાં બેઠી નથી તો દુલ્હનનું સપનું હતું કે તેની વિદાય હેલિકોપ્ટરમાં થાય. તેની આ ઈચ્છા પુરી કરવા માટે દુલ્હાએ હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું અને હવામાં ઉડાવીને પોતાની પત્નીને ઘરે લાવ્યો હતો. સાસરીમાં ઉતરતાં જ દુલ્હન બોલી- છોરો સોવણોં હૈ….!

ખેતડીના સરદારપુરમાં રહેતા કૃષ્ણકુમાર ટાઈલ્સ જમીનદાર છે. તેમનો પુત્ર રાહુલ આર્મીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. રાહુલના લગ્ન પોતાના ગામથી 12 કિલોમીટર દૂર લાખાની નાંગલમાં રહેતા રિટાયર્ડ આર્મીમેન વીરેન્દ્રકુમારની દીકરી મોનિકા સાથે નક્કી થયા હતાં. મોનિકા બીએસસી પાસ છે. લોકડાઉનના કારણે રાહુલને રજા મળી નહોતી. આ કારણે લગ્ન મોડા થયા હતાં.

આ દરમિયાન રાહુલ અને મોનિકાની ફોન પર જ વાતો કરતાં હતાં. ત્યારે રાહુલે મોનિકાને તેની ઈચ્છા પૂછી તો તેને કહ્યું કે, તેને ક્યારેય પ્લેનમાં મુસાફરી કરી નથી. ત્યારે રાહુલે તેને કંઈ કહ્યું નહીં પરંતુ પરિવાર સાથે વાત કરીને દિલ્હીથી તેને હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું.

બુધવારે સવારે જ્યારે મોનિકા વિદાય માટે તૈયાર થઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, સાસરે તે ગાડીમાં નહીં પણ હેલિકોપ્ટરમાં જવાની છે. આ જોઈને તે ખુશીથી ઝુમી ઊઠી હતી. પોતાના પરિવારથી રડી રડીને વિદાય લેતી મોનિકાના ચહેરા પર અચાનક જ ચમક જોવા મળી હતી. તે ખુશી ખુશી હેલિકોપ્ટરમાં બેસીને પોતાના સાસરે જવા રવાના થઈ હતી.

લાખાની નાંગલના એક ખાલી ખેતરમાં હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લાખાની નાંગલથી ખેતડીના સરદારપુર સુધીનો 12 કિલોમીટર સુધીનો સફર પૂરો કરવામાં ત્રણ લાખ રૂપિયામાં હેલિકોપ્ટર ભાડે રાખવામાં આવ્યું હતું. લાખાની નાંગલ ગામમાં પહેલી વખત કોઈની વિદાય હેલિકોપ્ટરમાં થઈ હતી.