એક જ પરિવારમાંથી એકસાથે ઉઠી 6 અર્થીઓ, હાજર દરેકની આંખો છલકાઈ ગઈ

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં, જ્યારે એક સાથે 6 અર્થીઓ ઉઠી, ત્યારે દરેકની આંખો છલકાઈ ગઇ હતી. મોતનાં થોડા કલાકો પહેલાં જ જીવનનો છેલ્લો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. રાજસ્થાનનાં ટોંકમાં એક ઝડપી ટ્રેલર અને જીપની ટક્કરને કારણે 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

રાજગઢમાં જીરાપુરના બે પિતરાઇ ભાઇઓ લલિત પિતા શ્યામ સોની અને પવન પિતા સુંદરલાલ સોની 1 જાન્યુઆરીએ ખાટુ શ્યામની પદયાત્રા પર ગયા હતા. બંને આશરે 25 દિવસ સુધી ચાલ્યા બાદ ખાટુશ્યામ પહોંચ્યા હતા. તેઓ ખાટુ શ્યામ પહોંચ્યા બાદ પરિવારના સભ્યો બંને પિતરાઇ ભાઇઓને લેવા બે વાહનો લઇને રાજસ્થાન પહોંચ્યા હતા. 26 જાન્યુઆરીએ દર્શન કર્યા બાદ આખો પરિવાર બે ગાડીઓમાં પરત ફરી રહ્યો હતો. આ સમય દરમિયાન ચાલતા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો.

ટોંક જિલ્લાના એનએચ 52 પર મંગળવારે મોડી રાત્રે સદર પોલીસ સ્ટેશનના કેટલાક અંતરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જયપુરથી આવી રહેલી એક પેસેન્જર ગાડીને પાછળથી ઝડપી આવી રહેલાં ટ્રેલર ટક્કર મારી હતી, જેમાં મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના એક જ પરિવારના 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત બપોરે 2 વાગ્યે બન્યો હતો. મૃતકોમાં 3 પુરુષો, 2 મહિલાઓ અને 3 બાળકો શામેલ છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને પ્રાથમિક સારવાર બાદ તુરંત જ જયપુર રિફર કરવામાં આવ્યા હતા.

તૂફાન ગાડીમાં સવાર ડ્રાઈવર અને એક છોકરી સલામત છે, જેનો ડ્રાઇવર અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ ટ્રેલર ચાલક પણ ટ્રેલરને સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો.

આ ટક્કર એટલી જોરદાર હતી કે તૂફાન ગાડી, ટ્રેલર અને મઝારવાળા પુલની વચ્ચે જ ફસાઈ ગયા હતા અને ડ્રાઈવર બહાર નીકળી ગયો હતો અને પુલની દિવાલ પર લટકી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કરી આઠ મૃતદેહો, ચાર ઇજાગ્રસ્ત લોકો અને સલામત બાળકીને બહાર કાઢી હતી. ઘટનામાં ઇજાગ્રસ્તોની હાલત જોઈને તેઓને તાત્કાલિક જયપુર ખસેડાયા હતા.

આ અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેમાં જીરાપુરનાં બે ભાઈઓ રામબાબુ (37) અને શ્યામ સોની (41) નો સમાવેશ થાય છે. રામબાબુનો એકમાત્ર પુત્ર નયન (15) અને શ્યામ સોનીનો પુત્ર લલિત (24) (પદયાત્રીઓ) નું પણ અવસાન થયું છે. તો, મમતા (29) અને બબલી (22) નામની બે બહેનો (રામબાબુ અને શ્યામના પિતરાઇ) અને મમતાનો પુત્ર અક્ષત (3)નું અવસાન થયું. અક્ષિતા (6) બાળકીનું પણ મોત થયુ હતુ, જેની માતા સરિતા ઈજાગ્રસ્ત છે. તો, સરિતાની બીજી 3 વર્ષની બાળકી નન્નુને અકસ્માતમાં કંશુ થયુ નથી. આ મૃતકોમાંથી 6 ના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે જીરાપુરમાં કરવામાં આવ્યા છે જ્યારે મમતા અને અક્ષતનું અંતિમ સંસ્કાર ગુરુવારે માકસીમાં કરવામાં આવશે.

શ્યામ ખાટુથી પરત ફરતા પહેલાં મૃત્યુ પામ્યાના થોડા કલાકો પહેલા, રામબાબુ સોનીનો જન્મદિવસ તેમના સમગ્ર પરિવાર દ્વારા પ્રવાસ દરમિયાન ઉજવવામાં આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા રામબાબુ સોનીના પુત્ર નયને પિતાને ફૂલોનો બુકે આપીને શુભેચ્છા પાઠવી હતી અને થોડા કલાકો બાદ રાજસ્થાનના ટોંક નજીક અકસ્માતમાં પિતા-પુત્રની સાથે પરિવારના 8 લોકોનાં મોત થયા હતા.