બસ ટિકિટ કાપતી હતી દીકરી, પિતાએ આપી સરપ્રાઈઝ, હેલિકોપ્ટરથી કરી વિદાઈ

જે લોકોને દીકરી પસંદ નથી તેમને અરીસો દેખાડતો આ કિસ્સો છે. અમુક લોકો દીકરીને ધુત્કારે છે ત્યારે એક પિતાએ ચાર પેઢી બાદ જન્મેલી દીકરીને એવી વિદાઈ આપી હતી કે જેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. એક પિતાએ તેની દીકરીને લગ્નમાં જોરદાર સરપ્રાઈઝ આપી હતી. જે મહેનતુ દીકરી ભણવાની સાથે બસ કન્ડક્ટરની જોબ પણ કરતી હતી તેના લગ્નને યાદગાર બનાવવા માટે પિતાએ તેને હેલિકોપ્ટરમાં વિદાઈ કરી હતી.

હરિયાણામાં એક એવા અનોખા લગ્ન જોવા મળ્યાં કે જ્યાં દુલ્હન બનેલી એક યુવતીનો રાજકુમાર આવ્યો અને તેને હેલિકોપ્ટરમાં બેસાડીને લઈ ગયો. યુવતીએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે, જે બસમાં કંડક્ટર બનીને લોકોને ટીકિટ આપનાર એક દિવસ દુલ્હન બનીને હેલિકોપ્ટરમાં વિદાય લેશે. આ બધુ દીકરીના પિતાના કારણે શક્ય બન્યું હતું. પિતાએ દીકરી માટે મર્સિડિઝ કાર અને હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.

આ અનોખા લગ્ન હરિયાણાના સિરમામાં યોજાયા હતાં જેની ચારેબાજુ ચર્ચા થઈ હતી. દુલ્હન બનેલ યુવતીનું નામ છે શૈફાલી જે રાજ્યની એવી પહેલી મહિલા છે, જે બસ કંડક્ટરની નોકરી કરી હતી. શૈફાલી હરિયાણા બસ પરિવહનની બસોમાં ટીકિટ કાપતી જોવા મળી ચૂકી છે. જેના કારણે તે પહેલાથી જ ચર્ચામાં રહી છે.

તમને જણાવી દઈએ કે, પવન માંડાની પુત્રી શૈફાલીના લગ્ન કૈરાવાલી ગામના સચિન સહારણની સાથે થયા છે. શૈફાલીનો પતિ સચિન પીએનબીમાં ફિલ્ડ ઓફિસર છે. તેની સાસરી સિરમાથી લગભગ 25 કિલોમીટર દૂર છે.

બપોરે હેલિકોપ્ટર ગ્લોબલ સ્પેસના મેદાનમાં ઉતર્યું અને સવા બે વાગે દુલ્હો તેને બેસાડીને લઈ ગયો હતો. જ્યારે તે વિદાય થઈ રહી હતી ત્યારે સાસરીમાં દુલ્હન અને દુલ્હાને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. તે લગભગ 15 મીનિટ બાદ પોતાની સાસરીમાં પહોંચી ગઈ હતી.

જ્યારે શૈફાલી બસમાં કંડ્કટરની ભૂમિકામાં જોવા મળી તો લોકોએ તેના આ કામની ખુબ જ વખાણ કર્યાં હતાં. ઘણાં લોકો તેને એકદમ સાદી વેશભૂષામાં જોઈને કહેતા હતા કે દેશની ઘણી બેટીઓ એવી છે જેમણે એવા કરિયરને પસંદ કર્યું અને સાબિત કરી બતાવ્યું કે તે પુરૂષોથી કમ નહીં.

વર્તમાનમાં શૈફાલી હાલ એમએ પીએચડી કરી રહી છે. આ પહેલા શૈફાલીએ લગભગ બે વર્ષ પહેલા રોડવેઝ કર્મચારીઓની 2018માં હડતાલ દરમિયાન રોડવેજમાં મહિલા કંડક્ટર તરીકે નોકરી ચાલુ કરી હતી પરંતુ થોડા દિવસો બાદ હડતાલ ખત્મ થઈ ગઈ હતી જેના કારણે તે ફરીથી ભણવા લાગી હતી.

તમે વિચારી રહ્યાં છો કે, બસોમાં કેવી રીતે લોકો મુસાફરે કરતા હોય છે. ઘણીવાર બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ઘણીવાર તો કંડક્ટરને મુસાફરોને ટીકિટ આપવી પણ મુશ્કેલી બનતું હોય છે.

આ બધું જાણતાં પણ શૈફાલીએ હિંમત હારી નહોતી અને ઈમાનદારીની સાથે આ કામ કર્યું હતું. આ માટે દરેક લોકો શૈફાલીના વખાણ કરતાં થાકતા નથી.