તો શું એકતા કપૂરે ગુપચુપ લગ્ન કરી લીધા છે? કોના નામનો સેથો પૂર્યો?

ટીવીની ફેમશ એક્ટ્રસ અનીતા હસનંદાનીએ દીકરાને જન્મ આપ્યો છે. આ દરમિયાન પ્રોડ્યુસર એકતા કપૂર તેમની ફ્રેન્ડ અનીતા હસનંદાની સાથે હાજર હતી. હૉસ્પિટલમાં એકતા કપૂરે અનીતા હસનંદાની સાથે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એકતા કપૂરની માંગમાં સિંદૂર જોવા મળી રહ્યું છે. એકતા કપૂરના આ વીડિયોને જોયા પછી ફેન્સ સતત એક જ સવાલ પૂછી રહ્યા છે, ‘કોના નામનો સેથો પુર્યો છે?’

એકતા કપૂરે હૉસ્પિટલના બૅડ પર સૂતેલી અનીતા સાથે એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં અનિતા ખૂબ જ ખુશ લાગી રહી છે અને વિક્ટ્રી સાઇન પણ બતાવી રહી છે. તેમના ચહેરા પર મોટી સ્માઇલ પણ જોવા મળી રહી છે. આ વીડિયોની શરૂઆતમાં એકતા કપૂરે પોતાના ચહેરા પર માસ્ક પણ લગાડ્યું છે, પણ આ પછી તે હટાવી દે છે.’

આ વીડિયોમાં એકતા અનીતાને ત્રણવાર પોઝ આપવા માટે કહે છે. અનિતા વિક્ટ્રી સાઇન આપી પોઝ આપે છે. આ પછી એકતા માસ્ક હટાવી દે છે અને તેમને દીકરાના જન્મની શુભેચ્છા આપતાં કહે છે કે, ‘મારો ભાણિયો થયો છે.’ એકતા કપૂરે આ વીડિયો શેર કરતી વખતે લખ્યું કે, ‘જ્યારે તમને અહેસસાસ થશે કે, તમે કામ અને લવલાઇફ વિશે વાત કરી શકશો નહીં, પણ હવે દીકરાની વાત થશે.’

એકતા કપૂરે વધુમાં લખ્યું કે, ‘અનીતા અને રોહિતને શુભેચ્છા અને મમ્મી ડેડી ક્લબમાં સ્વાગત છે.’ એકતા કપૂરે આ પોસ્ટ પર શ્રુતિ સેઠ, વર્દા ખાન એસ નાડિયાવાલા, નિક્કી વાલિયા, ડિઆને પાંડે અને સયનતાની ઘોષ સહિત ઘણાં ટીવી સેલ્બ્સ અને પ્રોડ્યુસરને અનીતા હસનંગદાનીને શુભેચ્છા આપી છે.’

થોડાંક દિવસો પહેલાં એકતા કપૂરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક સેલ્ફી શેર કરી હતી. આ સેલ્ફીમાં એકતા સાથે તેમના ફ્રેન્ડ તનવીર બુકવાલા પણ હતાં. એકતાએ કેપ્શનમાં જોઈ તેમના લગ્નની ફેન્સે આશા વ્યક્ત કરી હતી.

એકતાએ આ ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, ‘અને અમે અહીં છીએ. જલદી જ તમને જણાવીશું.’ એકતાની આ પોસ્ટ પર તેમના ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો એકતાની આ પોસ્ટ પર ખુદ તનવીરે કોમેન્ટમાં લખ્યું કે, ‘આ ફ્રેન્ડશિપને સંબંધમાં બદલવાનો સમય આવી ગયો છે.’