આ દેશમાં કોરોનાએ મચાવ્યો છે કહેર, છતાં રાજા હોટેલમાં મનાવી રહ્યો છે રંગરેલિયા

આ છે થાઇલેન્ડના રાજા, જેમની ઊંમર છે 67 વર્ષ. તેમણે ઘણાં લગ્નો કર્યાં છે. દેશમાં વાયરસનો ખતરો વધતો જણાતાં જ, પોતાના દેશને રામ ભરોસે છોડી પોતે જતા રહ્યા. રાજા તેમની 20 ગર્લફ્રેન્ડ્સ સાથે વૈભવી હોટેલમાં મજા લઈ રહ્યા છે. metro.co.uk ના રિપોર્ટ અનુસાર, રાજાને પોતાના દેશમાં એક સેલિબ્રેશનમાં ભાગ લેવાની ઇચ્છા થઈ તો લોકડાઉનનો પણ ભંગ કર્યો.

થાઇલેન્ડના આ રાજાનું નામ છે મહા વજિરાલોન્ગકોર્ન. માર્ચ મહિનાના અંતમાં જ એવા સમાચાર આવ્યા હતા કે, રાજા બેંકોકથી લગભગ 19,000 કીમી દૂર જર્મનીની એક હોટેલમાં રહેવા ગયા છે. તેઓ તેમની વીસ ગર્લફ્રેન્ડ્સ સાથે ત્યાં ગયા છે. તેમણે કહ્યું કે, તેમણે પોતાની જાતને આ હોટેલ (Grand Hotel Sonnenbinchl)માં આઇસોલેટ કરવાનો નિર્ણય લીધો છે.

રાજા જર્મનીની બાવરિયા શહેરની લગ્ઝરી હોટેલમાં રોકાયા છે. ગયા અઠવાડિયે તેઓ જર્મનીથી સ્વિટઝરલેન્ડ થઈને બેંકોક પણ ગયા હતા અને પાછા હોટેલ પણ પાછા ગયા. આ સમયે તેમની પત્ની રાણી સુથિડા પણ સ્વિટઝરલેન્ડથી તેમની સાથે ગઈ હતી અને પાછા આવતી વખતે તે પાછી સ્વિટઝરલેન્ડ રોકાઇ ગઈ.

લોકડાઉન છતાં સોમવારે થાઇલેન્ડના ચક્ર ડેમાં ભાગ લેવા રાજા જર્મનીથી લોકડાઉન ગયા. આ દરમિયાન રાજા થાઇલેન્ડના વડાપ્રધાન અને થાઈ સેનાના પ્રમુખને પણ મળ્યા. થાઇલેન્ડના રાજા King Rama X ના નામે પણ ઓળખાય છે.

જર્મનીમાં પણ લોકડાઉનનો ભંગ કરી થાઇલેન્ડ જનાર રાજાએ ચક્ર ડેના સેલિબ્રેશન દરમિયાન કહ્યું કે – આ સંક્રમણ કોઇની ભૂલથી નથી થયું. સરકાર આનાં કારણોને સમજીને સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરે.

પોતાના દેશને આમ છોડીને હોટેલમાં લગ્ઝરી લાઇફ એન્જોય કરવાના કારણે રાજાની સોશિયલ મીડિયામાં ખૂબજ નિંદા થઈ રહી છે. જોકે, થાઇલેન્ડમાં રાજાની નિંદા કરવી એક ગુનો છે. આમ કરનારને 35 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

પિતાના મૃત્યુના ત્રણ વર્ષ બાદ મે 2019 માં મહા વજિરાલોન્ગકોર્નને રાજા બનાવવામાં આવ્યા હતા. રાજાએ ચાર લગ્ન કર્યાં છે, અત્યારે તેઓ ચોથી પત્ની સાથે રહે છે. તેમની ચોથી પત્ની પહેલાં તેમની બોડીગાર્ડ હતી. આ પહેલાં રાજાએ મહિલા વેટર સાથેનાં ત્રીજાં લગ્ન સિક્રેટ રાખ્યાં હતાં, પરંતુ 2005 માં દીકરો જન્મતાં આ સંબંધોનો ખુલાસો થયો હતો.