‘શોલે’ ફિલ્મના ‘સાંભા’ની દીકરી છે ‘સ્કેટર ગર્લ’ની ડિરેક્ટર, આવું છે કરિયર - Real Gujarat

‘શોલે’ ફિલ્મના ‘સાંભા’ની દીકરી છે ‘સ્કેટર ગર્લ’ની ડિરેક્ટર, આવું છે કરિયર

ફિલ્મ શોલેમાં સાંભાનો રોલ પ્લે કરનારા ફૅમશ એક્ટર મૅક મોહનના નિઘનને એક દશક કરતાં વધારે સમય થઈ ગયો છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે તેમનો વારસો દીકરી મંજરી માકિજાની અને વિનતીએ આગળ વધાર્યો છે. મંજરીના નિર્દેશનમાં બનેલી ઇન્ડિયન-અમેરિકન-નેટફ્લિક્સ મૂવી ‘સ્કેટર ગર્લ’ હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો અમે તમને જણાવીએ કે કોણ છે મંજરી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ખુદનું નવું મૂકામ સ્થાપિત કરી રહી છે.

મંજરી એક રાઇટર-ડિરેક્ટર અને પ્રોડ્યૂસર છે. તે પોતાની શોર્ટ મૂવીઝ ‘ધ લાસ્ટ માર્બલ’ અને ‘કોર્નર ટેબલ’ માટે ખાસ ઓળખાય છે. તેમણે ‘વેક અપ સીડ’, ‘સાત ખૂન માફ’ સહિતની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

આ ઉપરાંત મંજરીએ ઘણાં હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે ‘લીલી ધ વિચ-ધ જર્ની ટૂ મંડોલન’, ‘ગાંધી ઓફ ધ મંથ’માં કામ કર્યું છે. સાથે જ હોલિવૂડના ફેમશ ડિરેક્ટર પ્રોડ્યુસર ક્રિસ્ટોફર નોલનની ‘ડંર્કિક અને ધ ડાર્ક નાઇટ રાઇસીસ’ ઉપરાંત ‘વંડર વુમન’ અને ‘મિશન ઇમ્પોસિબલ’ સહિતની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

મંજરીએ 24 મિનિટની શોર્ટ ફિલ્મ’ ધ કોર્નર ટેબલ’નું ડિરેક્શન કર્યું હતું. આ ફિલ્ને દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ 2014માં બેસ્ટ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી હતી અને ટોમ અલ્ટર બેસ્ટ એક્ટરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલ અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ રહી છે.

મંજરી એક્ટ્રસ રવીના ટંડનની કઝિન છે. મેકમોહન અને રવીનાની મા ભાઈ-બહેન હતાં. અથવા એવું કહીએ કે મેકમોહન રવીનાના મામા હતાં. સોશિયલ મીડિયા પર રવીના અને મંજરીના પરિવારના ફોટો પણ જોઈ શકાય છે. મંજરી રવીનાને દીદી કહીને બોલાવે છે.

‘સ્કેટર ગર્લ’માં મંજરીએ એક સારી વાર્તાને રજૂ કરી છે. ફિલ્મ સ્કેટિંગનું સપનું જોતી એક છોકરી પર બની છે જે પોતાના ઘર-સમાનના વિચાર વિરુદ્ધ પોતાની અલગ દિશા બનાવે છે.

ફિલ્મનું નિર્દેશન મંજરી મારિજાનીએ કર્યું છે. જ્યારે તેનું પ્રોડક્શન મંજરીએ પોતાની બહેન વિનતી માકિજાની અને ઇમેનુઅલ પપાસ સાથે કો-પ્રોડ્યુસ કર્યું છે. ફિલ્મમાં સ્કેટિંગ દ્વારા વિકાસ અને નવા વિચાર માટે સારો મેસેજ આપવામાં આવ્યો છે.

ફિલ્મનાં કાસ્ટિંગની વાત કરીએ તો તેમાં રેચલ સંચિતા ગુપ્તાએ લીડ રોલ પ્લે કર્યો છે. તે ઉપરાંત જેસિકાના રોલમાં અમૃત મઘેરા પણ મહત્ત્વના રોલમાં જોવા મળી છે. વહીદા રહમાન કેમિયો અપીરિયન્સમાં છે, પણ તેમના લીધે ફિલ્મમાં તારા જડ્યાં હોય તેવું લાગે છે. આ ઉપરાંત ફિલ્મમાં શ્રદ્ધા ગાયકવાડ, શફિન પટેલ, અંકિતા રાવ, સ્વાતી દાસ, અનુરાગ મહેશ સહિતના સ્ટારે પણ ખૂબ જ સરળતાથી વાર્તા બતાવી છે.

You cannot copy content of this page