લાખો રૂપિયા લે છે જાણીતી ભજન ગાયિકા જયા કિશોરી, આ રીતે બની રાતોરાત ફેમસ

જયા કિશોરી એક ફૅમશ કથાવાચક અને ભજન ગાયિકા છે. વર્ષ 1996માં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી જયાનું સાચુ નામ જયા શર્મા છે. પણ તેમના ભક્તો તેમને જયા કિશોરીના નામથી ઓળખે છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર પણ તેમના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. યૂટ્યુબ પર તેમના ઘણાં ભજનોને કરોડો વ્યૂ મળી ચૂક્યા છે. નાની ઉંમરમાં જ ભાગવત ગીતા’, ‘નાની બાઈ કા માયરો’, ‘નરસી કા ભાત’ જેવી કથાનું વાંચન જયા કિશોરી કરી રહી છે. 9 વર્ષની ઉંમરમાં સંસ્કૃતમાં ‘લિગાંષ્ઠ્કમ’, ‘શિવ તાંડવ સ્ત્રોતમ’, ‘રામાષ્ઠ્કમ’ સહિતના સ્ત્રોતનું ગાન શરૂ કર્યું હતું. જે આજ સુધી ચાલુ છે.

આટલા રૂપિયા કમાય છે જયા કિશોરી
ઇન્ટરનેટ પર જયા કિશોરીની ફી અને તેમની કથા પર થતાં ખર્ચા વિશે લોકો ઘણીવાર સર્ચ કરે છે. યૂટ્યૂબ ચૅનલ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, તે એક કથાની ઓછામાં ઓછી 9 લાખ 50 હજાર રૂપિયા ફી લે છે. આ વીડિયો મુજબ સાધ્વી જયા કિશોરી પોતાની અડધી ફી એટલે કે લગભગ 4 લાખ 25 હજાર રૂપિયા કથા પહેલા અને બાકીના રૂપિયા કથા પછી લે છે.

બાળપણમાં નાચવાનો શોખ હતો
એક રિપોર્ટ મુજબ બાળપણમાં જયા કિશોરી વેસ્ટર્ન ડાન્સર બનવા માગતી હતી. જો પરિવારના કહેવાથી તેમને આ સપનું પુરુ કર્યું નહીં. એક ઇન્ટરવ્યૂમાં તેમના પિતાએ કહ્યું હતું કે, ‘તેમના સંબંધીઓ ડાન્સ અને સિંગિંગને સારું માનતા નથી. એટલે તેમણે જયાને ક્લાસિકલ ડાન્સ કરવા માટે પ્રેરિત કરી.’

આ પછી તેમને સોની ટીવીના પોપ્યુલર શૉ બૂગી વૂગીમાં ક્લાસિકલ ડાન્સ પર્ફોમ કર્યો હતો. જોકે, જયા કિશોરી ક્યારેય ક્લાસિકલ ડાન્સ કરતાં જોવા મળી નથી. નાની ઉંમરમાં જ જયા કિશોરીએ કથા, સત્સંગ અને ભજન ગાવાની શરૂઆત કરી આધ્યાત્મના ક્ષેત્રને પસંદ કર્યું હતું.

દાન-દક્ષિણામાં છે આગળ
સાધ્વી કિશોરી કથા-ભજનથી કમાયેલાં રૂપિયા માત્ર પોતાના કાર્યોમાં જ નહીં પણ, મોટાભાગના રૂપિયાનું તે દાન પણ કરે છે. દિવ્યાંગોની સેવા માટે જાણિતી સંસ્થા નારાયણ સેવા સંસ્થાનમાં તે દાન કરે છે. આ ઉપરાંત જયા કિશોરીની ઓફિશિયલ વેબસાઇટ આઇ એમ જયા કિશોરી ડૉટ કૉમ મુજબ જયા કિશોરી ‘બેટી બચાવો, અને બેટી પઢાવો’ જેવા કેમ્પેન સાથે પણ જોડાયેલી છે.