આવું તો માત્રને માત્ર માતા જ કરી શકે! પોતાની પુત્રીનાં ઉછેર માટે કરી રહી છે મોટું કામ

માતા એક યોદ્ધા હોય છે. પોતાના બાળકોના ઉછેર અને તેમની ખુશીઓ એકત્ર કરવા માટે તે દરેક મુશ્કેલીઓનો સામનો કરે છે. એવી જ એક સિંગલ માતા છે જે પોતાની પુત્રીનો ઉછેર કરવા માટે રસ્તા ઉપર ખાવાનું વેચી રહી છે. પોતાના હાથોથી ખાવાનું બનાવીને બીજાનું પેટ ભરે છે અને બદલામાં તેને થોડા પૈસા મળે છે. તેની પાસે કોઈ સ્ટોલ, હોટલ કે મોટી દુકાન નથી, તે પોતાના સ્કૂટર પર વાસણ અને ચુલ્હો રાખીને તેને ચલાવી રહી છે. આ છે દિલ્હીનાં પીરાગઢીની સરિતા કશ્યપ છે સ્કૂટી પર રાજમા-ભાતવાળીનાં નામથી ફેમસ છે.

સરિતા એક ઓટોમોબાઈલ કંપનીમાં જોબ કરતી હતી, પરંતુ લગ્નમાં ભંગાણ પડ્યા બાદ તેને પોતાનું જ નહી, પોતાની પુત્રીનો પણ ઉછેર કરવાનો હતો અને પૈસા પણ કમાવાનાં હતા. એવામાં તેણે પોતાનો સ્ટોલ શરૂ કરવાનો વિચાર કર્યો હતો. સિંગલ મધર સરિતા સ્કૂટર પર રાજમા-ભાતનો સ્ટોલ લગાવે છે. અને લોકોને ખાવાનું ખવડાવી રહી છે. એક માતાની આ સ્પિરિટને લોકો સલામ કરી રહ્યા છે.

સરિતા પશ્વિમ વિહારમાં રહે છે. લગ્નને 24 વર્ષ થઈ ગયા છે. સંબંધો સુમેળ ભર્યા ન રહેવાને કારણે બંનેનાં છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ બાળકીને તે પતિ પાસે ન રાખીને પોતાની સાથે લઈને આવી હતી. છેલ્લાં 20 વર્ષથી તેણી સિંગલ મધર છે. તે ભણેલી છે, કડકડાટ અંગ્રેજી પણ બોલે છે. તેણે ઘણી બધી કંપનીઓમાં નોકરી પણ કરી છે, પરંતુ પુત્રીની સંભાળ માટે તેને નોકરી છોડવી પડી હતી.

પૈસાના અભાવને જોતા તે એક દિવસ રાજમા-ભાત બનાવીને સ્કૂટી પર લાદીને તેને વેચવા માટે જતી રહી હતી. તેણે વિચાર્યુ કોઈ ખરીદદાર આવે તો ઠીક છે નહીતો પાછી ફરશે. તેના રાજમા-ભાત લોકોએ ખાધા અને પૈસા પણ ચૂકવ્યા હતા. એવામાં તેનો બિઝનેસ ચાલવા લાગ્યો હતો. અને તે પીરાગઢીમાં મેટ્રો સ્ટેશનની પાસે ઝાડની નીચે સ્કૂટર પર રાજમા-ભાત વેચવા લાગી હતી.

સરિતાને એક દિકરી છે, જે સ્કૂલમાં ભણે છે. પુત્રીનાં ભણતર માટે તેણે રાજમા-ભાત વેચવાનું શરૂ કર્યુ હતુ. હવે તે ઘણા સારા પૈસા કમાય છે. અને એકલાં પોતાના દમ પર ઘર ચલાવે છે.

40થી 60 રૂપિયામાં તે લોકોને ભરપેટ રાજમા-ભાત ખવડાવે છે. એટલું જ નહી, જો કોઈ પાસે પૈસા ન હોય તો પણ તે ભૂખ્યા જવા દેતી નથી. કહે છે તમે ખાવાનું ખાઈ લો પૈસા જ્યારે આવે ત્યારે આપજો. સરિતાનું હ્રદય બહુજ મોટું છે. તે પેટ્રોલપંપ અને સ્ટેશનની પાસે ફરતાં ગરીબ ભૂખ્યા બાળકોને ફ્રીમાં ખવડાવે છે. કેટલાંક બાળકોને સ્કૂલ માટે પુસ્તકો, ડ્રેસ અને જૂતા પણ ખરીદીને આપે છે.

સરિતાની કહાની સામે આવ્યા બાદ લોકો તેનાં જુસ્સા અને સંઘર્ષને સેલ્યૂટ કરી રહ્યા છે. કેમ ન કરે એક માતાનું હ્રદય મોટું જ હોય છે. પોતાના બાળકો માટે એક માતા કોઈ પણ મોટા પહાડ જેવી મુશ્કેલીઓને પાર કરી જાય છે.