દીપિકાથી લઈ રણબીર કપૂર સુધી, ફેમસ થયા પહેલા આ લોકો સાથે ચલાવ્યું હતું ચક્કર

મુંબઈઃ બૉલિવૂડ સ્ટાર્સ ફિલ્મોથી વધારે પોતાની પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે. કોણ કોને ડેટ કરે છે તે હંમેશા હૉટ ટૉપિક રહે છે અને કોઈનું કોઈ સાથે બ્રેકઅપ થઈ ગયું તે પણ ખાસ ચર્ચામાં રહે છે. આજે અમે તમને જણાવીએ કે ફૅમશ થયાં પહેલાં સ્ટાર્સ કોને ડેટ કરતાં હતાં. જેમાં દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા સહિતના સ્ટાર્સના નામ સામેલ છે.

દીપિકા પાદુકોણ
દીપિકા જ્યારે ફિલ્મોમાં નહોતી આવી અને તે મૉડેલિંગ કરી રહી હતી ત્યારે તે મૉડેલ અને એક્ટર નિહાર પંડ્યાને ડેટ કરતી હતી. બંનેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. રિપોર્ટ મુજબ, બંને થોડા સમય માટે લિવઇન રિલેશનશિપમાં પણ રહ્યાં હતાં, પણ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

રણબીર કપૂર
બૉલિવૂડ એક્ટર ઇમરાન ખાનની વાઇફ અવંતિકા મલિક રણબીર કપૂરની ફર્સ્ટ ક્રશ હતી. કહેવામાં આવે છે કે, રણબીર ટીવી શૉ ‘જસ્ટ મોહબ્બત’ના સેટ પર પણ જતો હતો. જ્યાં અવંતિકા એક ચાઇલ્ડ આર્ટિસ્ટનો રોલ પ્લે કરી રહી હતી. જોકે, બાળપણનો પ્રેમ વધારે ટકી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયાં હતાં.

પ્રિયંકા ચોપરા
નામ અને ફૅમ હાંસલ કર્યાં પહેલાં પ્રિયંકા ચોપરા જ્યારે મૉડેલિંગમાં પોતાનું સ્થાન મેળવી રહી હતી ત્યારે તેમની જિંદગીમાં અસીમ મર્ચેન્ટ હતો. કહેવામાં આવે છે કે, મિસ વર્લ્ડ બન્યા પછી પ્રિયંકાએ અસીમને ડમ્પ કરી દીધો હતો.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા જ્યારે મૉડેલિંગ કરી રહી હતી ત્યારે તે મૉડેલ જોહેબને ડેટ કરી રહી હતી. બંનેની મુલાકાત બેંગલુરુમાં થઈ હતી અને બંને નસીબ અજમાવવા સાથે મુંબઈ આવ્યાં હતાં. અનુષ્કાએ ‘રબ ને બના દી જોડી’થી ડેબ્યુ કરી સફળતા મેળવી, તો જોહેબ ત્યાંથી બેંગલોર પાછો જતો રહ્યો હતો.