આ ગુજરાતી ખેડૂતનું ભેજું તો જુઓ! કરોડપતિ ગામના ખેડૂતે ખારેકમાંથી બનાવ્યો ગોળ

ગુજરાતમાં સૌથી વધુ ખારેક કચ્છ જિલ્લામાં થાય છે અને આજે પણ આજ જિલ્લો ખારેક માટે જાણીતો છે. ત્યારે કચ્છના એવા પ્રગતિશીલ ખેડૂતે ખારેકમાંથી ગોળ બનાવ્યો છે. આ ખેડૂતે બારહી ખારેકને પ્રોસેસિંગ કરીને તેમાંથી પ્રવાહી ગોળ તૈયાર કર્યો હતો ત્યાર બાદ તેને માર્કેટમાં વેચાણ માટે મુકવામાં આવ્યો હતો. જોકે આ ખેડૂતે એવો દાવો કર્યો છે કે તમે જાણીને વિશ્વાસ નહીં કરો. ખેડૂતના દાવા પ્રમાણે, ખારેકમાંથી તૈયાર કરવામાં આવેલ પ્રવાહી ગોળ ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકશે. આ ગોળનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યુ હતું. આ ગોળ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. આજે આ ખેડૂતને લોકો નામથી ઓળખતા થઈ ગયા છે.

ભુજ તાલુકાના માધાપર ગામના પ્રગતિશીલ ખેડૂત વેલજી ભાઈ ભુડિયાએ ખારેકમાંથી ગોળ બનાવ્યો છે. કચ્છની જાણીતી બારહી ખારેક સ્વાદમાં મીઠી હોય છે. જેના કારણે વેલજી ભાઈભુડિયા ખારેકમાંથી ગોળ બનાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ ખારેકમાંથી ગોળ બનાવાની પ્રક્રિયા બાદ સફળતા મળી છે. ખારેકમાંથી તૈયાર કરવામાં આવેલ પ્રવાહી ગોળ લેબોરેટરી ટેસ્ટિંગ કરાવતા ગોળ ખુબ જ ફાયદાકારક હોવાનું સામે આવ્યું છે.

ત્યાર બાદ ખેડૂતે દાવા કર્યો છે કે, ખારેકના ગોળમાં શરીરને જરૂરી વિટામિન્સ તથા આયર્ન ઉપલબ્ધ છે. થોડા દિવસો પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કચ્છની બારહી ખારેકમાંથી તૈયાર કરાયેલા પ્રવાહી ગોળના પેકિંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

માનવામાં આવી રહ્યું છે કે, ખારેકની ખેતી કરતા ખેડૂતો અને ડાયાબિટિસના દર્દીઓ માટે આ ગોળ વરદાનરૂપ સાબિત થશે. આ ગોળ ચા, કોફી, દૂધ, લાડુ, મોહનથાળ જેવી મીઠાઈઓમાં પ્રાકૃતિક મીઠાશ ઉમેરે છે. ડાયાબિટિસના દર્દીઓ નિશ્ચિત થઈને આ ગોળનો સ્વાદ માણી શકશે.

વેલજી ભાઈ ગુજરાતના પ્રથમ એવા ખેડૂત છે જેમણે ખારેકમાંથી ગોળ બનાવ્યો હોય. ખારેકમાંથી તૈયાર થયેલા ગોળનું પેકિંગ કરી માર્કેટમાં વેચવા માટે મુકવામાં આવ્યો છે. ખારેકમાંથી બનાવામાં આવેલા પ્રવાહી ગોળ ચા, કોફી, લાડું, મોહનથાળ જેવી મીઠાઈ બનાવામાં પ્રાકૃતિક મીઠાશ માટે ગોળ ઉપયોગ કરી શકાશે. વેલજી ભાઈએ દાવો કર્યો છે કે, ખારેકમાંથી તૈયાર કરવામાં આવેલ ગોળમાં કોઈપણ ભેળસેળ અથવા કેમિકલ્સ ઉપયોગ થતો નથી.

ખારેક પ્રોસેસિંગ કરી તૈયાર કરવામાં આવતો ગોળ નેચરલ હોવાથી લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કચ્છમાં મોટા પ્રમાણ ખારેકનું વાવેતર થાય છે. ખારેકમાંથી ગોળ તૈયાર થતાં આગામી દિવસોમાં ખારેક વાવેતર કરતા ખેડૂતો પણ તેનો ફાયદો થશે.