ભૂંડના પેટમાંથી એક વસ્તુની નીકળી અને ખેડૂત બની ગયો કરોડોનો માલિક, જોઈને બધા ચોકી ગયા

દરેક લોકોએ પોતાના બાળપણમાં સોનાના ઇંડા આપનારી મરઘીની વાર્તા સાંભળી જ હશે. આ પછી કેટલાયને એવો વિચાર પણ આવ્યો હશે કે, ખરેખર કોઈ મરઘી સોનાનું ઈંડુ ખરેખર આપતી હશે કે નહીં? આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ જેને સોનાના ઈંડા આપનારી મરઘીએ નહીં પણ ભૂંડે રાતોરાત કરોડપતિ બનાવી દીધો.

આ ઘટના ચીનની છે. અહીં રહેતા બો ચુઆંગ નામના એક ખેડૂત પાસે અઢળક ભૂંડ હતાં. જેનું તે વ્યવસ્થિત રીતે ભરણપોષણ કરતો હતો. એવામાં એક દિવસ ભૂંડના પેટમાંથી એક પથ્થર જેવી વસ્તુ નીકળી હતી. આ વસ્તુ એકદમ વાળના ગુચ્છા જેવી લાગતી હતી. પણ તે વાળના ગુચ્છા જેવી દેખાતી પથ્થર જેવી વસ્તુ હતી. જેની સાઇઝ ચાર ઇંચ હતી. એટલું જ નહીં આ વસ્તુની કિંમત લાખો-કરોડોમાં થાય છે.

આ અંગે જ્યારે ખેડૂતને ખબર પડી તો તેણે તે પથ્થર લઈને ખેડૂત શંઘાઈ જતો રહ્યો હતો. અહીં તેને તેની અસલી કિંમત જાણવાં મળતાં તેના હોશ ઉડી ગયા હતાં. તેને ખબર પડી કે, પથ્થર જેવી દેખાતી આ વસ્તુને બેજોર કહેવામાં આવે છે. જેની કિંમત ચાર કરોડ રૂપિયા છે.

શું હોય છે બેજોર?
બેજોર એક એવી વસ્તુ છે જે દેખાવમાં પથ્થર જેવી જ હોય છે અને તે જાનવરના પેટમાંથી નીકળે છે. આ ખૂબ જ કામની વસ્તુ હોય છે કેમ કે, તેનો ઉપયોગ કિંમતી દવાઓ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત તેની મદદથી ઝેરથી બચાવી શકે તેવા ઇન્જેક્શન પણ બનાવવામાં આવે છે. બેજોરનો પથ્થર સૌથી પહેલાં વર્ષ 1600માં ઈંગ્લેન્ડમાં મળ્યો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે, બેજોર જો આંતરડામાંથી મળ્યું હોય તો જ તેનો ઉપયોગ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે ખેડૂતને બેજોરની સાચી કિંમત ખબર પડી કે તેની બજારમાં તેની ખૂબ જ માંગ છે અને તે ખૂબ જ મોંઘી પણ વેચાય છે તો તેમને બેજોરની હરાજી કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી તે વેચીને કરોડપતિ બની ગયો હતો.