પતિએ પત્નીના ખોળામાંથી દીકરાને આંચકીને ગળું દબાવી દીધું

એક પિતાએ તેના ચાર મહીનાના દીકરાનું ગળું દબાવી હત્યા કરી દીધી. હત્યા પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે, પત્નીએ નશામાં ધુત પતિ સાથે રાત્રે પાછા ઘરે આવવાની ના પાડી દીધી હતી. જેનાથી પતિને ખૂબજ ગુસ્સો આવ્યો અને પત્નીના ખોળામાં રહેલ દીકરાને જબરદસ્તી ઝૂંટવીને તેનું ગળું દબાવી હત્યા કરી નાખી.

દીકરાનો રડવાનો અવાજ આવવાનો બંધ થતાં આરોપી પિતા તેને ત્યાં જ મૂકીને ભાગી ગયો. તેની માતા અને મામા બાળકને લઈને તાત્કાલિક હોસ્પિટલમાં ગયાં, જ્યાં ડૉક્ટરોએ તેને મૄતક જાહેર કર્યો. પોલીસે આરોપીની ભોપાલના મુબારકપુરથી ધરપકડ કરી લીધી છે.

આ ઘટના ભોપાલના ગાંધીનગર વિસ્તારની છે. જ્યાં બીડીએ ક્વાર્ટર, ગોંદરમઉની રહેવાસી સંગીતા વર્માનાં લગ્ન 2015 માં બડવેલી, ખિલચીપુર જિલ્લાના રાજગઢ નિવાસી સંયજ ઉર્ફ સંજૂ વર્મા (30) સાથે થયાં હતાં. રક્ષાબંધન પર સંગીતા તેના ચાર મહીનાના દીકરા આર્યન સાથે પિયર આવી હતી. 8 સપ્ટેમ્બરે સંજૂ તેને લેવા તેની સાસરીમાં આવ્યો હતો.

ત્યારબાદ ત્રણ દિવસોથી તે ત્યાં જ હતો. શનિવારે સાંજે તે લગભગ 6 વાગે નશાની હાલતમાં આવ્યો અને પત્નીને ઘરે લઈ જવાની જિદ કરવા લાગ્યો. પત્ની અને તેની માસી જાનકી બાઈએ સંજૂને સમજાવ્યો કે, રાત પડી ગઈ છે, કાલે સવારે વહેલાં નીકળી જશો. તમે બહુ નશામાં છો.

આ સાંભળતાં જ સંજૂને બહુ ગુસ્સો આવ્યો અને પત્નીને ધમકાવવા લાગ્યો. બોલવા લાગ્યો કે, ઘરે નહીં આવે તો દીકરાને મારી નાખીશ. તેણે સંગીતાના ખોળામાંથી દીકરાને ઝૂંટવી લીધો. બંને વચ્ચે મારા-મારી જેવું થયું. સંજૂએ દીકરાને લઈ દિવાલના ટેકે રાખી ગળું દબાવી દીધું. બાળકનું મૃત્યુ થયું.